ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પરના મતો EVMમાં કેદ થઈ ગયા છે. 73.02 ટકા સાથે નર્મદા જિલ્લામાં સૈથી વધુ મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું 53.83 ટકા મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે. આ ક્રમમાં સુરતના વરાછા વિસ્તારમાં બોગસ મતદાન થયું હોવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
સોશ્યલ મીડિયા યુઝર્સ “બોગસ વોટિંગ ચાલુ થઈ ગયુ છે આવા ચીટરોને સોધી ને જેલ ભેગા કરો વિડિયો વરાછા વિસ્તાર નો છે ક્યાં પોલિંગ બુથ નો છે ઇ તપાસ ચાલુ છે” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. વિડીયોમાં એક વ્યક્તિ મતદાન બુથ નજીક ઉભેલો જોવા મળે છે જે એક કરતા વધુ વખત મતદાન કરી રહ્યો હોવાનું જણાય રહ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે બોગસ મતદાનની આ ઘટના સુરતના વરાછા વિસ્તારની છે.



ઉલ્લેખનીય છે કે સુરતની વરાછા બેઠક પર ભાજપ માંથી પૂર્વ મંત્રી કુમાર કાનાણી ચૂંટણી લડી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા ચૂંટણી લડી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા સાથે જોડાયેલ અનેક ભ્રામક ખબરો અંગે Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક
Fact Check / Verification
સુરતના વરાછા વિસ્તારમાં બોગસ મતદાન થયું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વીડિયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર TV9BanglaLive દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે. મળતી માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળમાં લેકવ્યુ સ્કૂલ ખાતે દમ દમ નગરપાલિકાના વોર્ડ નંબર 33 માટે મતદાન ચાલી રહ્યું હતું. જ્યાં ચૂંટણી એજન્ટે જાતે જ મતદારોને રોક્યા અને ઈવીએમનું બટન દબાવ્યું.
પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ચૂંટણી સમયે આ ઘટના બૅલ હોવાની જાણકારી સાથે ગુગલ સર્ચ કરતા ન્યુઝ વેબસાઈટ khabor24x7 અને editorji દ્વારા ફેબ્રુઆરી 2022ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, પશ્ચિમ બંગાળની 108 નગરપાલિકામાં ચૂંટણી ચાલી રહી છે. મતદાનના દિવસે વિવિધ જગ્યાએથી વિવિધ ફરિયાદો આવી રહી હતી. આ વીડિયો બૂથ નંબર 108, વોર્ડ નંબર 33, દમદમ વિસ્તારનો છે. આ વીડિયોમાં તૃણમૂલ કાર્યકર્તાઓએ બૂથ પર કબજો જમાવ્યો હોવાનું જોવા મળે છે.

આજતક બાંગ્લાના એક મીડિયા રિપોર્ટ પરથી જાણવા મળે છે કે પશ્ચિમ બંગાળમાં ફેબ્રુઆરી 2022ના નગરપાલિકાની ચૂંટણીનું આયોજન થયું હતું. રાજ્યની 108 નગરપાલિકાના 2 હજાર 276 બૂથ પર કોવિડના નિયમોને ધ્યાનમાં રાખીને મતદાન થયુ હતું.
Conclusion
સુરતના વરાછા વિસ્તારમાં બોગસ મતદાન થયું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વીડિયો ખેરખર ફેબ્રુઆરીમાં પશ્ચિમ બંગાળમાં નાગપાલિકાની ચૂંટણી સમયે બનેલ ઘટના છે. વાયરલ વિડીયો પશ્ચિમ બંગાળના નગરપાલિકા વોર્ડ નંબર 33 દમદમ વિસ્તારનો છે. વાયરલ વીડિયોને ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
YouTube Video Of TV9BanglaLive, on 27 FEB 2022
Media Report of khabor24x7, on 27 FEB 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044