FASTagથી પૈસાની છેતરપિંડીના નામે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક બાળક ગાડીના કાચ સાફ કરવાના બહાને ફાસ્ટટેગ સ્કેન કરીને છેતરપિંડી કરી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા યુઝર્સ અને વોટસએપ પર આ વિડીયો છેતરપિંડીથી સાવધાન ટાઇટલ સાથે શેર કરી રહ્યા છે.
Fact Check / Verification
FASTagથી પૈસાની છેતરપિંડી કરવાના નામે શેર કરવામાં આવેલો આ વીડિયો છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અમારી તપાસ મુજબ, FASTag નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ટ્વિટ દ્વારા વાયરલ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. તેમજ તેઓએ નોટિફિકેશન દ્વારા જણાવવામાં આવ્યું કે ઓપન ઈન્ટરનેટ કનેક્ટિવિટી દ્વારા ફાસ્ટ ટેગ પર કોઈ નાણાકીય વ્યવહારો થઈ શકાતા નથી.
NETC FASTagએ ટ્વીટર મારફતે જણાવ્યું કે ટ્રાન્ઝેક્શન ફક્ત રજિસ્ટર્ડ વેપારીઓ (ટોલ અને પાર્કિંગ પ્લાઝા ઓપરેટર્સ) દ્વારા જ શરૂ કરી શકાય છે.
આ ઉપરાંત, PIB ફેક્ટ ચેક અને Paytm દ્વારા પણ શેર કરવામાં આવેલી ટ્વિટ જોવા મળે છે જ્યાં વાયરલ દાવાને ભ્રામક ગણાવવામાં આવ્યો છે.
FASTag થી પૈસાની છેતરપિંડી કરવાના નામે શેર કરવામાં આવી રહેલો આ વિડીયો સ્ક્રિપ્ટેડ છે. NETC FASTag તેમજ PIB ફેક્ટ ચેક અને Paytm દ્વારા ભ્રામક દાવા પર સ્પષ્ટતા આપતા જણાવવામાં આવ્યું કે ટ્રાન્ઝેક્શન ફક્ત રજિસ્ટર્ડ વેપારીઓ (ટોલ અને પાર્કિંગ પ્લાઝા ઓપરેટર્સ) દ્વારા જ શરૂ કરી શકાય છે.
Result : False
આ પણ વાંચો : અગ્નિપથ યોજના મુદ્દે ભડકેલ હિંસાથી લઈને ગુજરાતમાં માસ્ક ફરજિયાત થવાના ભ્રામક દાવા પર ફેકટચેક
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044