Fact Check
ગુજરાતના એક થિએટરમાં ગદર-2 ફિલ્મ સમયે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાના વાયરલ વિડીયોનું સત્ય

Claim : ગુજરાતના એક થિએટરમાં ગદર-2 ફિલ્મ સમયે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા
Fact : બરેલીના એક થિએટરમાં અન્ય મામલે થયેલી મારામારીને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
ગદર-2 ફિલ્મ ધૂમ મચાવી રહી છે. દરેક શહેરમાં થિએટરની બહાર ભારે ભીડ જોવા મળી રહી છે. સોશ્યલ મીડિયા પર પણ ગદર ફિલ્મને લઈને લોકોની પ્રતિક્રિયા કંઈક અલગ જ ઉત્સાહ સાથે જોઈ શકાય છે. આ ક્રમમાં ગુજરાતના એક થિએટરમાં ગદર-2 ફિલ્મ સમયે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સ અને tv9gujarati દ્વારા વિડીયો પોસ્ટ કરતા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના એક થિએટરમાં ગદર-2 ફિલ્મ સમયે પાકિસ્તાન ઝિંદાબાદ નારા લગાવનાર યુવકને લોકોએ માર માર્યો હતો. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિડીયો ગુજરાત નહીં પરંતુ કોઈ અન્ય શહેરનો છે, તેમજ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાની વાત પણ ભ્રામક છે.

Fact Check / Verification
ગુજરાતના એક થિએટરમાં ગદર-2 ફિલ્મ સમયે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો અંગે ગુગલ સર્ચ કરતા ટ્વીટર પર સમાન વિડીયો બરેલીના એક થિએટરની ઘટના હોવાના દાવા કરતી પોસ્ટ જોવા મળે છે. આ વાયરલ પોસ્ટ પર બરેલી પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રતિક્રિયા પણ જોઈ શકાય છે.

બરેલી પોલીસે ટ્વીટર મારફતે જણાવ્યું છે કે “ઉક્ત ઘટના અન્ય ધારાઓ હેઠળ નોંધાયેલ ગુના સંબંધિત છે. કૃપા કરીને પોસ્ટ શેર કરતા પહેલા ધ્યાન પૂર્વક તપાસ કરવી.”
આ અંગે બરેલી પોલીસ ઇન્સ્પેકટર ધર્મેન્દ્ર સિંહ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે “બરેલીના સિવિલ લાઈન સ્થિત એક થિએટરમાં ગદર-2 ફિલ્મના નાઈટ-શો દરમિયાન કેટલાક દારૂ પીધેલા લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. આ મારપીટના વીડિયોને કેટલાક લોકો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.”
Conclusion
ગુજરાતના એક થિએટરમાં ગદર-2 ફિલ્મ સમયે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ભ્રામક છે. બરેલી પોલીસ દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા મુજબ બરેલીના એક થિએટરમાં અન્ય મામલે થયેલી મારામારીને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Official Tweet Of bareillypolice, 14 Aug 2023
Telephonic Conversation With Bareily Police
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044