Fact Check
શું વાયરલ તસ્વીર હવાઈ ટાપુ પર લાગેલી આગ છે? જાણો સત્ય

Claim : હવાઈ ટાપુ ઉપર લાગેલી આગ બાદનું દ્રશ્ય
Fact : હવાઈ ટાપુ પર લાગેલી આગના નામે વાયરલ થયેલી તસ્વીર 2018માં કેલિફોર્નિયામાં લાગેલી આગના દૃશ્ય છે.
અમેરિકામાં આવેલા ભીષણ વાવાઝોડાની સાથે સાથે હવાઈ ટાપુ પર લાગેલી આગ કારણે ભારે નુકશાન થયું છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, આ તસ્વીર હવાઈ ટાપુ ઉપર લાગેલી આગ બાદનું દ્રશ્ય હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ તસ્વીર અન્ય જગ્યાની હોવાનું જણાય છે.

Fact Checked / verification
હવાઈ ટાપુ પર લાગેલી આગના નામે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને cnbc દ્વારા નવેમ્બર 2018ના પ્રકાશિત થયેલો અહેવાલ જોવા મળે છે. જેમાં વાયરલ તસ્વીર જોઈ શકાય છે, જે સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, વાયરલ તસ્વીરમાં કેલિફોર્નિયા શહેરમાં લાગેલી આગના દ્રશ્યો છે.

મળતી માહિતી અંગે વધુ તપાસ કરતા latimes અને mercurynews દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલ જોવા મળે છે. જે મુજબ વાયરલ તસ્વીર ક્લાર્ક રોડની નજીક, કેલિફોર્નિયાના પેરેડાઇઝમાં લાગેલી બાદ થયેલ વિનાશનું દૃશ્ય છે.

Conclusion
હવાઈ ટાપુ પર લાગેલી આગના નામે વાયરલ થયેલી તસ્વીર 2018માં કેલિફોર્નિયામાં લાગેલી આગના દૃશ્ય છે. વાયરલ તસ્વીરને હવાઈ ટાપુ પર લાગેલી આગ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ છે.
Result : False
Our Source
Media Report Of cnbc , 16 Nov 2018
Media Report Of latimes, 20 Nov 2019
Media Report Of mercurynews , 16 Nov 2018
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044