Fact Check
વરસાદમાં તાડપત્રી ઓઢીને જાતા જાનૈયાઓ ના વાયરલ વિડીયોનું સત્ય
Claim : લગ્નના જાનૈયાઓ વરસાદમાં તાડપત્રી ઓઢીને જાતા જોવા મળ્યા
Fact : લગ્નના જાનૈયાઓ વરસાદમાં તાડપત્રી ઓઢીને જાતા જોવા મળ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો 2022માં ઇન્દોર ખાતે બનેલી ઘટના છે.
ગઈકાલે ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ સંદર્ભમાં એક સોશ્યલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક લગ્નના જાનૈયાઓ વરસાદમાં તાડપત્રી ઓઢીને જાતા જોવા મળે છે. ફેસબુક યુઝર્સ “જાન તો નીકળશે જ ગમે તે થાય” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. જો..કે ન્યુઝચેકરની તપાસમાં આ વિડીયો જૂનો હોવાનું જણાયું છે.

Fact Check / Verification
લગ્નના જાનૈયાઓ વરસાદમાં તાડપત્રી ઓઢીને જાતા હોવાના વાયરલ વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર MP Tak દ્વારા જુલાઈ 2022ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. માહિતી મુજબ, જ્યારે ઈન્દોરમાં ભારે વરસાદમાં જાનૈયાઓ રસ્તા પર નીકળ્યા હતા. પરંતુ વરસાદથી પોતાને બચાવવા માટે તાડપત્રીનો સહારો લઈને જતા જોવા મળે છે. સમાન વિડીયો Quint Hindi દ્વારા પણ જુલાઈ 2022ના પોસ્ટ થયેલો જોવા મળે છે.
આ અંગે વધુ તપાસ કરતા bhaskar દ્વારા જુલાઈ 2022ના પ્રકાશિત થયેલો અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, ઇન્દોરમાં જાનૈયાઓ તાડપત્રી ઓઢીને ભારે વરસાદ વચ્ચે લગ્નની મજા માણતા નીકળ્યા.

Conclusion
ગુજરાતમાં ગઈકાલે લગ્નના જાનૈયાઓ વરસાદમાં તાડપત્રી ઓઢીને જાતા જોવા મળ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો 2022માં ઇન્દોર ખાતે બનેલી ઘટના છે. જુલાઈ 2022માં બનેલી ઘટનાને તાજેતરની હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Heading : False
Our Source
YouTube Video Of MP Tak, 5 Jul 2022
YouTube Video Of Quint Hindi, 6 Jul 2022
Media Report Of bhaskar , Jul 2022
આ પણ વાંચો : શું વર્લ્ડ કપની ફાઈનલમાં 1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો?
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044