Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ધરોલીમાં યુવકોના બચાવનો વાઇરલ વીડિયો.
દાવો ખોટો છે. હિમાચલની જૂની ઘટનાનો વીડિયો ઉત્તરાખંડના ધરાલીની ઘટના હોવાના દાવા સાથે વાઇરલ.
સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થયો છે, જેમાં એક જૂથ દોરડાનો ઉપયોગ કરીને નદીની વચ્ચે ફસાયેલા યુવાનોને બચાવવા માટે મદદ કરી રહ્યું છે. વીડિયો મામલે દાવો કરવામાં આવ્યો છે કે, તે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે (5 ઓગસ્ટ, 2025) વાદળ ફાટવાને કારણે આવેલા પૂરની ઘટનાનો વીડિયો છે.
બે મિનિટથી વધુ લાંબા ફૂટેજને હિન્દી ટેક્સ્ટ ઓવરલે સાથે શેર કર્યો છે, જેમાં “ધારાલી ગામનો નવો વિડીયો” લખાણ સાથે શેર કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો તાજેતરના ઉત્તરકાશી વાદળ ફાટવા સાથે સંબંધિત નથી.
અત્રે નોંધવું કે, ઉત્તરકાશી જિલ્લામાં અચાનક પૂરથી અસરગ્રસ્ત થયેલા રાહત અને બચાવ કાર્યમાં NDRF, SDRF, સેના, ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP), પોલીસ અને અન્ય સંબંધિત એજન્સીઓ સામેલ છે . તેમણે બુધવારે (6 ઓગસ્ટ, 2025) ધારાલીથી 190 લોકોને બચાવ્યા હતા અને ગુરુવારે (7 ઓગસ્ટ, 2025) અત્યાર સુધીમાં લગભગ 65 લોકોને સુરક્ષિથ સથળે પહોંચાડવામાં આવ્યા છે. બચાવ કામગીરીના દ્રશ્યો અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે.
દાવાની તપાસ કરતા અમે વાઇરલ ક્લિપના કીફ્રેમ્સ પર રિવર્સ ઇમેજ સર્ચ કરવાથી 29 જુલાઈ, 2022ના રોજ ધ ઇન્ડિયન એક્સપ્રેસનો એક રિપોર્ટ મળ્યો. જેમાં હિમાચલ પ્રદેશના સોલનમાં બનેલી એક ઘટનાની વિગતો આપવામાં આવી હતી, જ્યાં નાલાગઢમાં નદીમાં ફસાયેલા પાંચ યુવાનોને સ્થાનિક લોકોએ બચાવ્યા હતા. રિપોર્ટમાં વાયરલ ફૂટેજના કેટલાક ટુકડાઓ દર્શાવવામાં આવ્યા હતા, જે પુષ્ટિ કરે છે કે તેનો ઉત્તરકાશીમાં થયેલી તાજેતરની આફત સાથે કોઈ સંબંધ નથી.

29 જુલાઈ, 2022ના રોજ પ્રકાશિત થયેલા ધ ટ્રિબ્યુનના અન્ય એક અહેવાલમાં પણ આ જ ઘટના દર્શાવતા દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા, જેમાં પુષ્ટિ આપવામાં આવી હતી કે તે સોલનના નાલાગઢમાં નદીમાં ફસાયેલા યુવાનોને બચાવી લેવાનું દર્શાવે છે, અને ઉમેર્યું હતું કે, તેઓ ફોટા લેવા માટે નદીમાં ગયા હતા.
જુલાઈ 2022 ના આજતકના એક અહેવાલમાં, રાજ્યોમાં અવિરત વરસાદની અસરોની વિગતો આપતા, હિમાચલ પ્રદેશના સોલનમાં નદીમાં ફસાયેલા યુવાનોને સ્થાનિક લોકો બચાવતા દર્શાવવામાં આવેલા વાયરલ ફૂટેજના કેટલાક ભાગો પણ દર્શાવવામાં આવ્યા હતા.

ઉત્તરાખંડ પોલીસે વાઇરલ ક્લિપની નોંધ પણ લીધી હતી અને સ્પષ્ટતા કરી કે, તે ધારાલીમાં તાજેતરમાં થયેલી આપત્તિ સાથે સંબંધિત નથી.
તેથી, અમને જાણવા મળ્યું છે કે તાજેતરમાં થયેલા વાદળ ફાટવાના કારણે ધારાલીમાં નદીમાં ફસાયેલા માણસોને બચાવવાનો દાવો કરતી વાયરલ પોસ્ટ ખોટી છે.
Also Read: ભાજપના પોશાકમાં જિમિશા અવલાનીની વાયરલ તસવીર AI જનરેટેડ
આમ અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, વાઇરલ વીડિયો જેમાં યુવાનોને ધસમસતા પૂરમાં બચાવવામાં આવી રહ્યા છે તે વીડિયો ખરેખ ઉત્તરાખંડના ધરાલીનો નહીં પરંતુ હિમાચલ પ્રદેશનો છે.
Sources
YouTube Video By The Indian Express, Dated July 29, 2022
YouTube Video By The Tribune, Dated July 29, 2022
YouTube Video By Aaj Tak, Dated July 30, 2022
X Post By Uttarakhand Police, Dated August 6, 2025
(અહેવાલ પ્રથમ ન્યૂઝચેકર અંગ્રેજીના વસુધા બેરી દ્વારા પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)