ગરુડ ઈન્ડોનેશિયા એરલાઈન્સનું વિમાન રનવે પર ક્રેશ-લેન્ડિંગ થયું હોવાના દાવા સાથે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતી ન્યુઝ ચેનલ S9 News – Gujarat દ્વારા “પ્લેન ક્રેશની ઘટના” ટાઇટલ સાથે આ વિડિઓ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ છે, જે 20 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.
કેટલાક ટ્વિટર યુઝર્સ વાયરલ વીડિયો શેર કરી રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે, ઈન્ડોનેશિયા એરલાઈન્સનું પ્લેન રનવે પર ઈમરજન્સી ક્રેશ લેન્ડિંગ કરી રહ્યું છે. આ ભ્રામક દાવા પર Newschecker દ્વારા ફેકટચેક અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે.
Fact Check / Verification
ન્યુઝ ચેનલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ પ્લેન ક્રેશના વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા આ પ્રકારે કોઈપણ ઘટના હાલમાં સર્જાઈ હોવાની માહિતી જોવા મળતી નથી. જયારે વાયરલ વિડીઓમાં પ્લેન પર એરલાઇનનું નામ પણ જોઈ શકાય છે, જે અંગે ગરુડ ઈન્ડોનેશિયા એરલાઈન્સના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર સર્ચ કરતા આવી કોઈપણ ઘટના અંગે માહિતી જોવા મળતી નથી.

પ્લેન ક્રેશના વાયરલ વિડીઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર Bopbibun નામની ચેનલ દ્વારા મેં 2020માં અપલોડ કરવામાં આવેલ પ્લેન ક્રેશનો વિડિઓ જોવા મળે છે. યુટ્યુબ વિડીઓમાં 5:50 મિનિટ પર સોશ્યલ મીડિયા પર વાયરલ તઃયેલ સમાન વિડિઓ જોવા મળે છે, જેમાં ગરુડ ઈન્ડોનેશિયા એરલાઈન્સનું વિમાન ક્રેશ થતું જોવા મળે છે.
યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી પરથી જાણવા મળે છે. આ એક ફ્લાઇટ ગેમિંગ (સ્ટિમ્યુલેશન) વિડિઓ છે, તેમજ આ પ્રકારે વાસ્તવિક ઘટના બનેલ નથી.
Conclusion
ન્યૂઝચેનલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ પ્લેન ક્રેશનો ભ્રામક વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. ફેસબુક પર પ્લેન ક્રેશ થયું હોવાના દાવા સાથે ગેમિંગ વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Result :- Fabricated
Our Source
The Namal: https://thenamal.com/world/garuda-indonesia-plane-crash-video-is-not-real/
YouTube Channel Of Bopbibun: https://youtu.be/UHS1jiDd-YM
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044