Claim
સોશ્યલ મીડિયા પર એક ન્યુઝપેપર કટિંગ વાયરલ થઈ રહ્યું છે, જેમાં કેટલાક લોકોના ચહેરા જાહેર કરતા કહેવામાં આવ્યું છે કે આ લોકો બ્લેન્કેટ વહેંચવાના નામે લૂંટ ચલાવી રહ્યા છે. ફેસબુક પોસ્ટમાં ન્યુઝપેપર કટિંગ સાથે લખવામાં આવ્યું છે કે “આ લોકો બ્લેનકેટ વેચવા ના બહાને બપોરે આવે છે .સોસાયટી,ફલેટો માં આ ચહેરા દેખાય તો પોલીસ ને જાણ કરો”

Fact Check / Verification
બ્લેન્કેટ વહેંચવાના નામે લૂંટ ચલાવી રહ્યા હોવાના દાવા સાથે સક્રિય થયેલ ઈરાની ગેંગ અંગે ગુગલ સર્ચ કરતા ફેસબુક પર My Dholka નામના યુઝર દ્વારા નવેમ્બર 2020ના પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે. આ તસ્વીરમાં ચોરી કરનાર 18 વ્યક્તિના ચહેરા સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, આ લોકો કયાંક નકલી પોલીસ તો ક્યાંક બ્લેન્કેટના વેપારી બનીને લૂંટ કરતા હતા.

આ અંગે વધુ તપાસ કરતા આ ઘટના અંગે divyabhaskar દ્વારા નવેમ્બર 2020માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહીંયા, અમદાવાદમાં તહેવારનો શરૂઆત થતાં જ રાહદારીઓને લૂંટવા માટે ઈરાની ગેંગ સક્રિય થઇ છે. પોલીસ જેવી પર્સનાલિટી ધરાવતી ઈરાની ગેંગના સભ્યો પોલીસ તરીકે ઓળખાણ આપીને રોડ ઉપર ઊભા રહી જાય છે અને ચેકિંગના બહાને રાહદારીઓ પાસેથી પૈસા-દાગીના પડાવે છે. જોકે છેલ્લા 4થી 5 વર્ષમાં અમદાવાદ પોલીસે ઈરાની ગેંગના મોટા ભાગના સભ્યોને પકડી લીધા હતા.

અમે ઈરાની લૂંટારુ ગેંગ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો જેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વાયરલ ન્યુઝ પેપર કટિંગ 2020માં બનેલી ઘટના છે. જે સંદર્ભમાં 18 વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલ છે, તેમજ સોશ્યલ મીડિયા મારફતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાવચેતી સંદેશ શેર કરવામાં આવ્યો હતો.
Conclusion
બ્લેન્કેટ વહેંચવાના નામે લૂંટ ચલાવી રહ્યા હોવાના દાવા સાથે સક્રિય થયેલ ઈરાની ગેંગ અંગે વાયરલ થયેલું પોસ્ટર 2020માં શેર કરવામાં આવેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ લૂંટારુ ગેંગના સભ્યો પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
Result : False
Our Source
Facebook Post Of My Dholka , 10 Nov 2020
Media Report Of divyabhaskar , Nov 2020
આ પણ વાંચો : શું રાહુલ ગાંધીએ ત્રણ મહિના ફ્રી રિચાર્જ ઓફર આપી જાહેર કરી છે? જાણો શું છે સત્ય
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044