Authors
Claim – રેલવેના નવા નિયમ મુજબ લોહીનો સંબંધ ધરાવતા પરિવારના સભ્ય અને સમાન અટક ધરાવતી વ્યક્તિ સિવાયના લોકો માટે IRCTC બુક કરવા પર જેલ અને ભારે દંડ થશે.
Fact – દાવો ભ્રામક અને ખોટો છે. રેલવેનો આવો કોઈ નવો નિયમ નથી આવ્યો.
નવા IRCTC નિયમો અનુસાર વ્યક્તિઓ ફક્ત તેમના વ્યક્તિગત IDનો ઉપયોગ કરીને લોહીના સંબંધીઓ અથવા સમાન અટક ધરાવતા લોકો માટે જ ટિકિટ બુક કરી શકે છે. તે વધુમાં જણાવે છે કે, મિત્રો અથવા અન્ય લોકો માટે ટિકિટ બુક કરવાથી 10 હજાર રૂપિયાનો ભારે દંડ થઈ શકે છે અથવા 3 વર્ષ સુધીની જેલની સજા અથવા બંને થઈ શકે છે.
ન્યૂઝચેકરને વોટ્સએપ ટિપલાઇન (+91-9999499044) પર તથ્ય તપાસવાની વિનંતી સાથે આ દાવો પ્રાપ્ત થયો હતો.
આ દાવા સંબંધિત પોસ્ટ્સ અહીં અને અહીં જોઈ શકાય છે.
Fact Check/ Verification
ગૂગલ પર “Book tickets” “family” “friends” અને “railway” માટે કીવર્ડ સર્ચ કરતા IRCTCની વેબસાઇટના “BookMyTrain” સેક્શન જોવા મળ્યું. FAQના જવાબમાં વેબસાઇટે સ્પષ્ટતા કરેલી છે કે, “ફ્લાઇટ્સની જેમ, તમે મિત્રો અને પરિવાર માટે ટિકિટ બુક કરી શકો છો. બસ યાદ રાખો કે મુસાફરી કરતી વખતે મુસાફરે માન્ય ફોટો ઓળખનો પુરાવો સાથે રાખવો જોઈએ.”
અમને નવા રેલવે નિયમો અંગેના વાઇરલ દાવા પર IRCTC તરફથી સ્પષ્ટતા ધરાવતો મિન્ટ ન્યૂઝનો રિપોર્ટ પણ મળ્યો. જેમાં જણાવેલ છે કે,”IRCTC, તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં, સ્પષ્ટતા કરી કે લોકો મિત્રો, કુટુંબીજનો અને સંબંધીઓ માટે ઓનલાઈન ટિકિટ બુક કરી શકે છે.”
IRCTC દ્વારા 25 જૂન-2024 ની એક X પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, “વિવિધ અટકોને કારણે ઈ-ટિકિટ બુકિંગ પર પ્રતિબંધો વિશે સોશિયલ મીડિયા પર પ્રચલિત સમાચાર ખોટા અને ભ્રામક છે. સંબંધિતોને આવા ખોટા સમાચાર ફેલાવવા ન જોઈએ. સ્પષ્ટતા કરવામાં આવે છે કે IRCTC સાઇટ પરથી ટિકિટો રેલવે બોર્ડની માર્ગદર્શિકા મુજબ બુક કરવામાં આવી રહી છે.”
રેલવે મંત્રાલયના પ્રવક્તાએ પણ પુષ્ટિ કરી કે, “કોઈ વ્યક્તિ મિત્રો, કુટુંબીજનો અને સંબંધીઓ માટે વ્યક્તિગત યુઝર આઈડી પર ટિકિટ બુક કરી શકે છે. દર મહિને 12 ટિકિટ માટે બુકિંગ કરી શકાય છે. જેમાં આધાર-ઑથિન્ટિકેશનવાળા યુઝરોના કિસ્સામાં દર મિહને 24 ટિકિટ બુક થઈ શકે છે. જોકે તેના માટે તમામમાંથી કોઈ પણ એક મુસાફર પણ આધાર-ઑથેન્ટિક હોવા જરૂરી છે.”
રેલવેના પ્રવક્તાએ તાજેતરની X પોસ્ટમાં સ્પષ્ટતા પણ કરી હતી કે, “વ્યક્તિગત યુઝર આઈડી પર બુક કરાયેલી ટિકિટો વ્યાવયાસિક વેચાણ માટે નથી અને આવા કૃત્ય રેલ્વે એક્ટ 1989ની કલમ 143 હેઠળ ગુનો બને છે.”
નોંધનીય છે કે, રેલ્વે અધિનિયમ-1989 સ્પષ્ટપણે જણાવે છે કે, “કલમ 143 રેલવે ટિકિટોની ખરીદી અને પુરવઠાના વ્યવસાયને અનધિકૃત રીતે ચલાવવા માટે દંડની જોગવાઈ કરે છે.”
સરકારના PIB ફેક્ટ ચેકે પણ ઉપરોક્ત દાવાને ભ્રામક ગણાવ્યો હતો.
Conclusion
આથી, IRCTCના નવા નિયમન પરનો વાયરલ દાવો જેમાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિઓ ફક્ત લોહીના સંબંધો માટે ટિકિટ બુક કરી શકે છે અથવા તેમના વ્યક્તિગત ID નો ઉપયોગ કરીને સમાન અટક ધરાવતા મુસાફરની જ ટિકિટ બુક કરી શકે છે નહીં તો દંડ અને જેલ થઈ શકે છે, એ દાવો ખોટો છે. રેલવેએ સ્પષ્ટતા કરી છે કે ઈ-ટિકિટ પર બુકિંગ માટે આવો કોઈ નિયમ લાગુ પડતો નથી.
Result – False
Sources
Official Website Of IRCTC
X Post By @IRCTCofficial, Dated June 25, 2024
X Post By @SpokespersonIR, Dated June 25, 2024
Railway Act, 1989 Document
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044