Authors
Claim : નવા ભારતમાં ધક્કો મારીને ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે.
Fact : ફલકનુમા એક્સપ્રેસની ત્રણ આરક્ષિત બોગીઓમાં આગ ફાટી નીકળી હતી, જેને લઈને રેલવે કર્મચારીઓ અને પોલીસ દ્વારા આ બોગીઓ અલગ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સેનાના જવાનો, રેલવે કર્મચારીઓ અને સામાન્ય લોકો ટ્રેનના કોચને ધક્કો મારતા જોવા મળે છે. આ વીડિયોને દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે નવા ભારતમાં ધક્કો મારીને ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે.
Fact Check / Verification
નવા ભારતમાં ધક્કો મારીને ટ્રેન શરૂ કરવામાં આવી રહી હોવાના દાવાની સત્યતા જાણવા માટે અમે કેટલાક કીવર્ડ્સની મદદથી ગૂગલ સર્ચ કર્યું. અમને NDTVની વેબસાઈટ પર 10 જુલાઈના રોજ પ્રકાશિત એક અહેવાલ મળ્યો. અહીંયા, વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રેબ છે. રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ હાવડાથી સિકંદરાબાદ જઈ રહેલી ફલકનુમા એક્સપ્રેસનો વીડિયો છે. એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ સળગતી ટ્રેનના ડબ્બાને ધક્કો મારતા જોવા મળે છે. રેલવે અધિકારીઓને ટાંકીને લખવામાં આવ્યું છે કે ટ્રેનમાં આગ લાગવાને કારણે S-2 થી S-6 સુધીના કોચને નુકસાન થયું છે. આગ અન્ય કોચમાં ન ફેલાય તે માટે ટ્રેનમાંથી કેટલાક કોચને અલગ કરવામાં આવ્યા હતા. જેમાં રેલવે સ્ટાફ અને સ્થાનિક પોલીસની મદદથી કોચને દૂર કરવામાં આવ્યા હતા.
વધુમાં, અમને 7 જુલાઈ, 2023ના રોજ હિન્દુસ્તાન ટાઈમ્સની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ જોવા મળ્યો. તેણે દક્ષિણ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સીએચ રાકેશને ટાંકીને જણાવ્યું હતું કે, “ફલકનુમા એક્સપ્રેસની ત્રણ આરક્ષિત બોગીઓમાં આગ ફાટી નીકળી હતી અને સવારે 11.30 વાગ્યાની આસપાસ બોમાઈપલ્લે અને પગીડીપલ્લે વચ્ચેની અન્ય બોગીઓમાં આ આગ ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ કેટલાક મુસાફરોએ ટિકિટ-ચેકિંગ સ્ટાફને જાણ કરી, જેમણે તરત જ પાયલોટને ચેતવણી આપવા માટે ચેન ખેંચી. આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી. ત્રણેય બોગીઓ, S4, S5 અને S6 સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે બાજુની બોગીઓને આંશિક નુકસાન થયું હતું. આગ વધુ ફેલાતી અટકાવવા માટે તરત જ અન્ય બોગીઓથી અલગ કરવામાં આવી હતી.”
તપાસ દરમિયાન, અમને રેલ્વે પ્રવક્તાના અધિકૃત હેન્ડલ પરથી 10 જુલાઈના રોજ એક ટ્વીટ મળ્યું. જણાવવામાં આવ્યું છે કે ફલકનુમા એક્સપ્રેસમાં આગની જાણકારી મળ્યા બાદ તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આગ વધુ ફેલાતી અટકાવવા માટે કોચને અલગ કરવામાં મદદ માટે એક એન્જિન મોકલવામાં આવ્યું હતું, પરંતુ એન્જિન આવવાની રાહ જોવાને બદલે, રેલવે કર્મચારીઓ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ તરત જ એક્શનમાં આવી ગયા હતા.
આ સિવાય દક્ષિણ મધ્ય રેલવેએ પણ સત્તાવાર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું કે તે ટ્રેન નંબર 12703 (હાવડા-સિકંદરાબાદ)માં આગ લાગવાની ઘટના સાથે સંબંધિત છે. આ વિડિયો આગને વધુ ફેલાતો અટકાવવા માટે રેલવે કર્મચારીઓ અને સ્થાનિક પોલીસની મદદથી પાછળના કોચને અલગ કરવાના નિર્ણય લીધો હતો.
Conclusion
નવા ભારતમાં ધક્કો મારીને ટ્રેન શરૂ કરવામાં આવી રહી હોવાના વાયરલ વિડીયો સાથે ભ્રામક દાવો કરવામાં આવ્યો છે. ફલકનુમા એક્સપ્રેસની ત્રણ આરક્ષિત બોગીઓમાં આગ ફાટી નીકળી હતી, જેને લઈને રેલવે કર્મચારીઓ અને પોલીસ દ્વારા આ બોગીઓ અલગ કરવામાં આવી હતી.
Result : Missing Context
Our Source
Report Published by NDTV on July 10, 2023
Report Published by Hindustan Times on July 07,2023
Tweet by Spokesperson Railways on July 10,2023
Tweet by South Central Railways on July 10, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044