Authors
Claim: કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યું
Fact: કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો Disney+ Hotstar જાહેરાતનો ભાગ છે
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ભારતમાં આ ઓક્ટોબરમાં શરૂ થવાનો છે. જો સંદર્ભમાં સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો જેમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં બે વ્યક્તિઓ દ્વારા બળજબરીથી કપિલ દેવને લઈ જવામાં આવે છે, તેનું મોં બંધ કરીને અને હાથ તેની પીઠ પાછળ બાંધેલા છે.
ભારતીય ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરે ટ્વીટર પર વિડિયો પોસ્ટ કર્યો અને લખ્યું છે કે “બીજા કોઈને પણ આ ક્લિપ મળી છે? આશા છે કે તે વાસ્તવમાં કપિલ પાજી સલામત હશેે!” ગંભીર દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયોને લોકસત્તા-જનસત્તા ન્યુઝ દ્વારા પણ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ છે.
આ જ વીડિયો ઘણા યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યું છે. તે અહીં , અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે.
Fact Check / Verification
કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો અંગે કી-વર્ડ સર્ચ કરતા 26 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રકાશિત Scroll.in અને હિન્દુસ્તાન ટાઈમ્સના ઘણા અહેવાલો મળ્યા. જે મુજબ, ગૌતમ ગંભીર કપિલ દેવના કિડનેપ પરના વાયરલ વીડિયો પાછળનું સત્ય શેર કરે છે. અન્ય અહેવાલો અહીં અને અહીં વાંચી શકાય છે .
રિપોર્ટ મુજબ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 સુધી ક્રિએટિવ એજન્સી માંજાએ Disney+ Hotstar માટે જાહેરાત શરૂ કરી છે. અરવિંદ કૃષ્ણન અને પ્રજાતો ગુહાની એડ એજન્સી દ્વારા ડિઝની+ હોટસ્ટારના આગામી ક્રિકેટ વર્લ્ડ કપના લાઈવ અને ફ્રી સ્ટ્રીમિંગ પર જાહેરાત બનાવવામાં આવેલ છે. 50 સેકન્ડની આ જાહેરાતમાં ટૂર્નામેન્ટ સ્ટ્રીમિંગ દરમિયાન પાવર કટ સામે ગેરંટી મેળવવા માટે કપિલ દેવને બંધક બનાવીને આખા ગામનું ચિત્રણ કરવામાં આવેલ છે.
વધુમાં, અમે Disney+ Hotstar ના ટ્વીટર પેજ પર આ જાહેરાત જોઈ શકાય છે. વિડિયો Disney+ Hotstar ના Youtube પેજ પર પણ જોઈ શકાય છે.
ન્યૂઝચેકરે ગૌતમ ગંભીરની ટ્વીટર પ્રોફાઇલ તપાસી જ્યાં તેણે કપિલ દેવ વિશે બીજો વીડિયો પોસ્ટ કર્યો હતો. ગંભીરે લખ્યું- “અરે કપિલ પાજી સારી રીતે રમ્યા! એક્ટિંગ વર્લ્ડ કપ પણ તમે જીતશો! હવે હંમેશા યાદ રાખો કે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ @DisneyPlusHS મોબાઇલ પર મફત છે.”
Conclusion
કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો Disney+ Hotstar જાહેરાતનો ભાગ છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની જાહેરાતના એક વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો.
Result : False
Our Source
1. Report by Hindustan Samachar, dated September 27, 2023
2. Report by Scroll.in, dated September 26, 2023
3. Report by Best Media Info, dated September 26, 2023
4. Gautam Gambhir, X Profile
5. DisneyPlusHotstar – X Profile & Youtube Channel
(આ પણ વાંચો : વાયરલ વિડીયો અંગે ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીં વાંચો)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044