Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્રિકેટર રિષભ પંતના ભયાનક અકસ્માત બાદ તેમના ચાહકો જલ્દીથી સાજા થવાની પ્રથાના કરી રહ્યા છે. તો બીજી તરફ સોશ્યલ મીડિયા પર એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે. તસ્વીરમાં સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહેન્દ્ર સિંઘ ધોની હોસ્પિટલમાં રિષભ પંતને મળવા ગયા હતા. ફેસબુક પર ALL News નામના યુઝર દ્વારા એમ એસ ધોની અને રિષભ પંતની તસ્વીરને “ક્રિકેટર રીષભ પતં ને હોસ્પિટલ માં મળવા પહોંચ્યા એમએસ ધોની” ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ છે.
મહેન્દ્ર સિંઘ ધોની હોસ્પિટલમાં રિષભ પંતને મળવા ગયા હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા dubaitourism નામની વેબસાઈટ પર 8 મેં 2017ના જાહેર કરવામાં આવકેલ પ્રેસ રિલીઝ જોવા મળે છે. અહીંયા વાયરલ તસ્વીરમાં શાહરુખ ખાન જોવા મળે છે, માહિત દુબઇમાં #BeMyGuest ફિલ્મની સિક્વલના શૂટિંગ દરમિયાન SRKએ હોસ્પિટલમાં બાળકો સાથે સમય વિતાવ્યો હતો.
અહીંયા, વાયરલ તસ્વીરમાં પાછળ જોવા મળતી નર્સ અને ડોકટર અહીંયા દુબઇની હોસ્પિટલમાં શાહરુખ ખાનની મુલાકાત દરમિયાન લેવામાં આવેલ તસ્વીરમાં પણ જોવા મળે છે.
આ અંગે વધુ તપાસ કરતા ફેસબુક પર Government of Dubai Media Office દ્વારા 9 મેં 2017ના શાહરુખ ખાનની હોસ્પિટલ મુલાકાત અંગેની પોસ્ટ જોવા મળે છે. મળતી માહિતી મુજબ, બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન દ્વારા દુબઇની પ્રથમ બાળરોગ હોસ્પિટલ અલ જલીલા ચિલ્ડ્રન્સ સ્પેશિયાલિટી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી.
મહેન્દ્ર સિંઘ ધોની હોસ્પિટલમાં રિષભ પંતને મળવા ગયા હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે. એડિટિંગ સોફ્ટવેરના મદદથી શાહરુખની તસ્વીરમાં છેડછાડ કરીને એમ.એસ.ધોની અને રિષભ પંતની મુલાકાતના ભ્રામક સંદર્ભમાં ફેલાવવામાં આવેલ છે.
Our Source
Media Reports Of dubaitourism, On May 2017
Facebook Post Of Government of Dubai Media Office, On May 2017
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044