Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : બે પુરૂષ કોમેન્ટેટરોને WPL કોમેન્ટ્રી બોક્સમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
Fact : સોશ્યલ મીડિયા પર એક પેરોડી એકાઉન્ટ દ્વારા વ્યંગાત્મ્ક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
આ મહિનાની શરૂઆતમાં વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની શરૂઆત થી ચૂકી છે. જો કે, સોશિયલ મીડિયા પર ટૂર્નામેન્ટની આસપાસ ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, લૈંગિક ટિપ્પણીને કારણે WPLમાંથી બે પુરૂષ કોમેન્ટેટર્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનો દાવો શેર થઈ રહ્યો છે.
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે ગ્રાફિક શેર કરતા લખ્યું છે કે, “બે પુરૂષ કોમેન્ટેટરોને WPL કોમેન્ટ્રી બોક્સમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે કારણ કે એક ખેલાડીએ એક સરળ કેચ છોડ્યા પછી કોમેન્ટેટર દ્વારા “મહિલા હાહાહા” કહેવામાં આવ્યું હતું.”
આ પણ વાંચો : વુમન્સ પ્રીમિયર લીગ માંથી બે પુરૂષ કોમેન્ટેટરોને બહાર કરવામાં આવ્યા હોવાના દાવા અંગે ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીંયા વાંચો
વુમન્સ પ્રીમિયર લીગના વાયરલ ગ્રાફિક પર ધ્યાન પૂર્વક નજર કરવા પર અમને કોમેન્ટ્રી બોક્સની પૃષ્ઠભૂમિ પર લખાયેલ “VIVO IPL” જોવા મળ્યું. આ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા અસ્પષ્ટ વર્ઝન સાથે Quora શેર થયેલ પોસ્ટ જોવા મળે છે, જેમાં આ ત્રણ શખ્સોની ઓળખ વિજય ભારદ્વાજ, શ્રીનિવાસ મૂર્તિ અને સુજીત સોમસુંદર તરીકે કરવામાં આવી હતી.
2 મે, 2019ના રોજ ડેક્કન હેરાલ્ડના અહેવાલ સાથે વાયરલ તસ્વીર પણ શેર કરવામાં આવી હતી. અહેવાલ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ આ તસ્વીર હાલમાં એક IPL મેચ દરમિયાન લેવામાં આવેલ છે.
વાયરલ તસ્વીરમાં “tw/hp_mode2” લખાયેલ જોવા મળે છે. ટ્વિટર હેન્ડલ “@hp_mode2 ” સર્ચ કરતા જાણવા મળ્યું કે આ એકાઉન્ટ પરથી “મેમ્સ • ક્રિકેટ • પેરોડી • વસ્તુઓ શેર કરવામાં આવે છે. આ એકાઉન્ટમાં ક્રિકેટ અને ક્રિકેટરોને લગતા મેમ્સની શ્રેણી દર્શાવવામાં આવી હતી, જેમાં WPLમાં બે પુરૂષ કોમેન્ટેટર્સ પર પ્રતિબંધનો દાવો કરતા વાયરલ ગ્રાફિકનો સમાવેશ થાય છે.
વુમન્સ પ્રીમિયર લીગ WPLમાંથી બે પુરૂષ કોમેન્ટેટર્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર એક પેરોડી એકાઉન્ટ દ્વારા વ્યંગાત્મ્ક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Sources
Twitter Handle @hp_mode2
Report By Deccan Herald, Dated May 2, 2019
Self Analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044