Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Manila garbage ridden river
સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે NIDના પાછળના ભાગે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું છે, જે તસ્વીર અનેક યુઝર્સ દ્વારા સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે. આ સંદર્ભે સોશિયલ મીડિયા પર વધુ એક પોસ્ટ જેમાં સાબરમતી રિવર ફ્રન્ટ અને મુંબઈ મીઠી નદી ની સરખામણી કરતી તસ્વીર શેર કરવામાં આવેલ છે.
આ પોસ્ટ સૌ પ્રથમ ટ્વીટર પર BJP નેતા પ્રીતિ ગાંધી દ્વારા કરવામાં આવી હતી, જેમાં આ બન્ને નદીના વિકાસ અને તેના પાછળ થયેલા ખર્ચ અંગે દાવો કરવામાં આવ્યો હતો. આ ટ્વિટને 2.5K કરતા વધુ પસંદો અને 1.3K રીટ્વીટ મળ્યાં હતાં. તેના ટ્વિટનું આર્કાઇવ કરેલું સંસ્કરણ અહીં જોઈ શકાય છે.
આ વાયરલ પોસ્ટ ફેસબુક પર “ચિત્ર 1 – સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ, ગુજરાત (ગુજરાત રાજ્ય દ્વારા ખર્ચવામાં આવેલ ભંડોળ: ₹ 1400 કરોડ) પીક 2 – મીઠી નદી, મુંબઈ, મહારાષ્ટ્ર (બીએમસી અને એમએમઆરડીએ દ્વારા ખર્ચવામાં આવેલા ભંડોળ: + 1000 + કરોડ)” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે.
વાયરલ તસ્વીર જે મુંબઈમાં આવેલ મીઠી નદી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે, જે તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા BBC ન્યુઝ દ્વારા જૂન 2019ના પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ આ નદી ફિલિપાઇન્સમાં આવેલ મનિલા ખાડી છે. જે આ પ્રકારે પ્લાસ્ટિક કચરાથી ભરાઈ ગયેલ છે. આ પ્લાસ્ટિક વેસ્ટ દૂર કરવા બ્રુકલિન સ્થિત બાઉન્ટીઝ નેટવર્કએ ડિસેમ્બર 2018 માં તેમના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરી, જે પછીથી અન્ય સંસ્થાઓએ શહેરના પ્લાસ્ટિક કચરાને સાફ કરવા માટે સમાન સિસ્ટમોની ગોઠવણ કરી છે. ઘણા ગરીબ સમુદાયો આ પ્લાસ્ટિકના કચરાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, જેના લીધે સ્વાસ્થ્ય પર મોટું જોખમ પણ છે.
ત્યારબાદ અમે આ અંગે વધુ તપાસ કરતા shutterstock વેબસાઈટ પર સમાન તસ્વીર જોવા મળે છે, જે જાન્યુઆરી 2008માં પબ્લિશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત lonelyplanet વેબસાઈટ પર પણ આ તસ્વીર મુદ્દે માહિતી જોઈ શકાય છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “આ તસ્વીર ફિલિપિન્સની છે, ફિલિપિન્સ વિશ્વમાં સૌથી વધૂ પ્લાસ્ટિક વેસ્ટ ધરાવતો દેશોમાં એક છે. હવે ફિલિપિન્સ પ્લાસ્ટિકના સ્ક્રેપથી બનેલા રોડના નિર્માણ કરી આ સમસ્યાનું સમાધાન શોધવાનું વિચારી રહ્યા છે.
આ પણ વાંચો :- An Old Image Of Manila’s Garbage-Ridden River Falsely Passed Off As Mumbai’s Mithi River
The conversation નામની વેબસાઈટ દ્વારા આ જગ્યાના ફોટોને બીજા એંગલ થી પ્રકાશિત કર્યો હતો. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો ફિલિપિન્સનો છે.
જયારે મુંબઈ મીઠી નદીની વાત છે તો, આ મહિનાની શરૂઆતમાં, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ મહિનાના રેકોર્ડ સમયગાળામાં મીઠી નદી પર પુલ બનાવ્યો હતો. “જૂના અને ખરાબ રીતે જીર્ણ થયેલ પુલ 1940માં બાંધવામાં આવ્યો હતો, જેને સમય જતા ખતરનાક જાહેર કરાયો અને ડિસેમ્બરમાં 2020માં તોડી પાડવામાં આવ્યો હતો. આ મુદ્દે વધુ માહિતી મુંબઇ મીરર પર જોવા મળશે.
સાબરમતી રિવર ફ્રન્ટ સામે મુંબઈ મીઠી નદી ખાતે કેટલો પ્લાસ્ટિક વેસ્ટ જમા થયો હોવાના દાવા સાથે શેર થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર ફિલિપિન્સમાં આવેલ મનિલા ખાડી છે. ફિલિપિન્સ દુનિયામાં સૌથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ ધરાવતો દેશ છે. BJP નેતા પ્રીતિ ગાંધી તેમજ અન્ય ફેસબુક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ સાબરમતી અને મુંબઈ મીઠી નદીની તસ્વીર સાથે ભ્રામક દાવો કરવામાં આવેલ છે.
The conversation
shutterstock
lonelyplane
BBC
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
June 17, 2025
Dipalkumar Shah
April 4, 2025
Dipalkumar Shah
March 18, 2025