Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે આજે શપથ ગ્રહણ કર્યા, તેમની સાથે કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ત્યારે સોશ્યલ મીડિયા પર એક મેસજ વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જો બાઇડેનના શપથ સમારોહમાં માત્ર ભારતને જ આમંત્રણ નથી આપવામાં આવ્યું. જયારે ભારતના પાડોશી દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટ્વીટર અને ફેસબુક પર “USA में बाइडेन की शपथ ग्रहण मे भारत के सभी पड़ौसी देशों को निमंत्रण मिला” કેપશન સાથે આ મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો છે.
શું ખેરખર અમેરિકાના રાષ્ટ્રપતિ શપથ સમારોહમાં માત્ર ભારતને જ આમંત્રણ નથી આપવામાં આવ્યું ? વાયરલ દાવા પર ગુગલ કીવર્ડ સાથે જો બાઇડેનના શપથ સમારોહ વિશે જાણવાનો પ્રયાસ કર્યો. જેમાં economictimes, oneindia અને financialexpress દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ માત્ર 6 થી 7 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેઓના નામ નીચે મુજબ છે.
જયારે અમેરિકાના રાષ્ટ્ર્પતિ શપથ સમારોહમાં આવનાર મહેમાનોના લિસ્ટ અંગે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન vogue, 9news અને cnbc દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જેમાં રાષ્ટ્રપતિ જો બાઇડેનના શપથ સમારોહ અંગે વિસ્તાર સહ જાણકારી આપવામાં આવેલ છે. અહેવાલ મુજબ પૂર્વ રાષ્ટ્ર્પતિ બારાક ઓબામા તેમના પત્ની તેમજ કેટલાક અન્ય સેનેટર પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા.
ઉપરાંત, રાષ્ટ્રગાન માટે સિંગર લેડીગાગા (Lady Gaga) , જેનિફર લોપેઝ (Jennifer Lopez) તેમજ પોએટ્રી માટે Amanda Gorman અને Rev. Silvester Beaman પણ હાજર રહ્યા હતા.
વાયરલ દાવા પર વધુ માહિતી માટે ન્યુઝ સંસ્થાન britannica દ્વારા શપથ સમારોહ પર પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ રાષ્ટ્રપતિ જો બાઇડેને પબ્લિક હેલ્થ સિક્યોરિટી કોરોના માટે તેમજ હાલમાં કેપિટલ પર ટ્રમ્પ સપોર્ટર દ્વારા કરવામાં આવેલ હુમલાને ધ્યાને લઇ રાષ્ટ્રપતિ શપથ સમારોહ ખુબજ શાંતિપ્રિય અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે રાખવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે અમેરિકાના ઇતિહાસમાં રાષ્ટ્રપતિના મૃત્યુ સમયે દેશમાં થયેલ હુમલા સમયે અનેક વખત આ પ્રકારે શાંતિ પૂર્વક કોઈપણ પબ્લિક ગેધરિંગ વિના શપથ ગ્રહણ કરવાવવામાં આવ્યા છે. જેમ કે અબ્રાહમ લિંકનના સમયે 1865 ત્યારબાદ જોન એફ કેનેડી 1963માં
અમેરિકાના રાષ્ટ્ર્પિ શપથ સમારોહમાં માત્ર ભારત ને આમંત્રણ આપવામાં નથી આવ્યું હોવાનો દાવો કરતો વાયરલ મેસેજ તદ્દન ભ્રામક છે. હાલમાં ટ્રમ્પ સપોર્ટર દ્વારા કેપિટલ પર થયેલ હુમલો અને પબ્લિક હેલ્થ સેફટી કોરોના ધ્યાને લઇ શપથ સમારોહ ખુબ જ ઓછા લોકો સાથે શાંતિ પૂર્વક રાખવામાં આવ્યો હતો. અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ શપથ સમારોહમાં માત્ર ભારત નહીં પરંતુ કોઈપણ દેશને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
britannica
vogue,
9news
cnbc
economictimes
oneindia
financialexpress
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)