Fact Check
શું મોહમ્મદ શમી સહિત 3 ખેલાડીઓ ને ટીમ માંથી બહાર કરવામાં આવ્યા?
ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ વર્લ્ડ કપના ફાઈનલમાં ભારતને હરાવ્યા બાદ ભારતીય ખેલાડીઓને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓ મોહમ્મદ શામી, મોહમ્મદ સિરાઝ, સુર્યા કુમાર યાદવને કાયમી માટે ટીમ માંથી બહાર કાઢી મુકવામાં આવ્યા.”
ફેસબુક યુઝર ‘ગુજરાત ન્યુઝ‘ દ્વારા “મોહમ્મદ શમી સહિત આ 3 ખેલાડીઓ હંમેશા માટે થયા બહાર, હવે એક પણ મેચમાં નહીં મળે સ્થાન” ટાઇટલ સાથે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.

Fact Check / Verification
મોહમ્મદ શમી સહિત આ 3 ખેલાડીઓ ને કાયમી માટે ટીમ માંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હોવાના દાવા અંગે કીવર્ડ સર્ચ કરતા indiatoday દ્વારા પ્રકાશિત અહેવાલ જોઈ શકાય છે. માહિતી મુજબ, T20 વર્લ્ડ કપ માટે સુર્યકુમાર યાદવને કપ્તાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ, અહીંયા મોહમ્મદ શમી અને અન્ય ખેલાડી ટિમ માંથી બહાર કરવામાં આવ્યા હોવા અંગે કોઈ સચોટ માહિતી જોવા મળતી નથી.

વાયરલ દાવા અંગે સચોટ માહિતી માટે BCCI ઓફિશ્યલ વેબસાઈટ પર તપાસ કરતા ગ્રેડ Aના ખેલાડીમાં મોહમ્મદ શમી અને ગ્રેડ B ખેલાડીમાં મોહમ્મદ સિરાઝ, સુર્યા કુમાર યાદવનું નામ જોવા મળે છે. તેમજ BCCI દ્વારા પોસ્ટ કરવામાં આવેલ પ્રેસ રિલીઝ તપાસ કરતા મોહમ્મદ શમી સહિત આ 3 ખેલાડીઓ ને ટિમ માંથી બહાર કરવા અંગે કોઈપણ માહિતી જોવા મળતી નથી.

Conclusion
મોહમ્મદ શમી સહિત આ 3 ખેલાડીઓ ને કાયમી માટે ટીમ માંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. સુર્યકુમાર યાદવને T20 વર્લ્ડ કપ માટે કપ્તાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ત્રણ ખેલાડીઓ ટિમ માંથી બહાર કરવામાં આવ્યા હોવાની માહિતી તદ્દન ભ્રામક છે.
Result : False
Our Source
Media Report Of indiatoday , 23 Nov 2023
Official Website of BCCI
આ પણ વાંચો : પીએમ મોદીએ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટનની અવગણના કરી હોવાના વાયરલ વિડીયોનું સત્ય
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044