Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim: હિમાચલ પ્રદેશની પ્રખ્યાત પર્વતારોહક બલજીત કૌરનું અન્નપૂર્ણા પર્વત પરથી ઉતરતી વખતે મૃત્યુ થયું
Fact : બલજીત કૌરે પોતાના જીવિત અને સ્વસ્થ હોવાની માહિતી સોશ્યલ મીડિયા પોસ્ટ મારફતે આપી હતી.
સોશિયલ મીડિયા પર પર્વતારોહક બલજીત કૌરની તસ્વીર શેર કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે હિમાચલ પ્રદેશની પ્રખ્યાત પર્વતારોહક બલજીત કૌરનું અન્નપૂર્ણા પર્વત પરથી ઉતરતી વખતે મૃત્યુ થયું છે. બલજીત કૌરના કથિત મૃત્યુ પર ફેસબુક અને ટ્વિટર પર શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
બલજીત કૌરના મૃત્યુ થયુ હોવાના વાયરલ દાવા અંગે ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીંયા વાંચો
બલજીત કૌરનું અન્નપૂર્ણા પર્વત પરથી ઉતરતી વખતે મૃત્યુ થયું હોવાના દાવા અંગે કીવર્ડ સર્ચ કરતા અમને બલજીત કૌરના ગુમ થયાના ઘણા અહેવાલો મળ્યા. 28 વર્ષીય પર્વતારોહક બલજીત કૌર નેપાળમાં અન્નપૂર્ણા શિખર પરથી ઉતરતી વખતે ગુમ થઈ હતી, પરંતુ થોડા સમય પછી તે સર્ચ ટીમને તે જીવિત મળી આવી હતી. તેમને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવેલ છે.
ઇન્ટરનેટ પર બલજીતને બચાવી લેવાના ઘણા અહેવાલો છે. જે અનુસાર, સોમવારે બલજીત સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ મંગળવારે રેસ્ક્યુ ટીમે તેનો એસઓએસ સિગ્નલ મેળવ્યો અને તેને શોધી કાઢવામાં આવી. આ દરમિયાન એક અફવા ફેલાઈ હતી કે બલજીતનું નિધન થઈ ગયું છે.
બલજીતે પોતે તેના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ( પહાડપુત્રીબલજીત) દ્વારા માહિતી આપી છે કે તે સુરક્ષિત છે અને તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ 18 એપ્રિલે બલજીતનો ફોટો ટ્વીટ કર્યો હતો અને કહ્યું હતું કે તેને બચાવી લેવામાં આવેલ છે અને તે સ્વસ્થ છે.
બલજીત સાથે અન્ય પાંચ પર્વતારોહકોને પણ માઉન્ટ અન્નપૂર્ણાના વિવિધ જગ્યાથી બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક આઇરિશ ક્લાઇમ્બરનું મૃત્યુ થયું હતું. અનુરાગ માલુ નામના પર્વતારોહકને પણ હાલમાં જ બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ તેની હાલત હજુ પણ નાજુક છે.
હિમાચલ પ્રદેશના સોલનની રહેવાસી બલજીત કૌરે ઘણા ઊંચા શિખરો સર કર્યા છે. ગયા વર્ષે મે મહિનામાં બલજીતે એક જ મહિનામાં 8000 મીટર ઊંચાઈના ચાર શિખરો સર કરીને રેકોર્ડ બનાવ્યો હતો. આવું કરનાર તે ભારતની પ્રથમ પર્વતારોહક બની. અન્નપૂર્ણા પર્વત વિશ્વનો 10મો સૌથી ઊંચો પર્વત છે, જ્યાંથી બલજીત ગુમ થઈ હતી.
વાયરલ પોસ્ટમાં પર્વતારોહક બલજીત કૌરના મૃત્યુનો ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે. બલજીત ચોક્કસપણે અન્નપૂર્ણા પર્વત પરથી ગુમ થઈ હતી પરંતુ તેને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવેલ છે.
Our Sources
Report of Hindustan Times, published on April 19, 2023
Report of NDTV, published on April 18, 2023
Instagram Stories of Baljeet Kaur
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044