Fact Check
અફઘાનિસ્તાનના ખેલાડી મુજીબ ઉર રહેમાનને વળગીને ભાવુક થયેલ બાળકની વાયરલ તસ્વીરનું સત્ય

Claim : બાળક અફઘાનિસ્તાનથી ક્રિકેટ મેચ જોવા અને અફઘાનિસ્તાનને સપોર્ટ કરવા માટે આવ્યો છે.
Fact : મુજીબ ઉર રહેમાનને વળગીને ભાવુક થયેલ બાળક ખરેખર ભારતના દિલ્હી શહેરથી છે.
ICC ક્રિકેટ વર્લ્ડકપ માટે ગઈકાલે અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં અફઘાનિસ્તાન 69 રનથી વિજેતા બન્યું હતું. આ સંદર્ભમાં એક નાના બાળકની તસ્વીર વાયરલ થઈ રહી છે, તસ્વીરમાં બાળક અફઘાનિસ્તાનના ખેલાડી મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર મુજીબ ઉર રહેમાનને ભેટીને જીત માટે શુભેચ્છા આપે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બાળક અફઘાનિસ્તાનથી ક્રિકેટ મેચ જોવા અને અફઘાનિસ્તાનને સપોર્ટ કરવા માટે આવ્યો છે. જો..કે ન્યુઝચેકરની તપાસમાં આ દાવો ભ્રામક હોવાનું જણાયું છે.

Fact Check / Verification
અફઘાનિસ્તાનના ખેલાડી મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર મુજીબ ઉર રહેમાનને વળગીને ભાવુક થયેલ બાળકની વાયરલ તસ્વીર અંગે ગુગુલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર ક્રિકેટર મુજીબ ઉર રહેમાન દ્વારા આ આ બાળક સાથે પોસ્ટ કરવામાં આવેલ કેટલીક તસ્વીરો જોવા મળે છે. આ સાથે તેઓએ વાયરલ દાવા પર સ્પષ્ટતા કરતા માહિતી આપી છે કે “આ અફઘાની છોકરો નથી, તે એક ભારતીય છોકરો છે જે અમારી જીતથી ખૂબ ખુશ છે, ભારતના દિલ્હીથી આવેલા આ નાના વ્યક્તિને મળીને ખૂબ આનંદ થયો.”
આ અંગે વધુ તપાસ કરતા ndtv, jansatta અને news18 દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલો જોવા મળે છે. અહીંયા વાયરલ તસ્વીરમાં દેખાતા બાળક અંગે આપવા આવેલ માહિતી મુજબ સોશિયલ મીડિયા પર વાયરલ તસ્વીર જેમાં એક નાનો બાળક મુજીબ ઉર રહેમાનને ગળે લગાવીને રડી રહ્યો હતો. તસવીર જોઈને લોકોએ અનુમાન લગાવ્યું હતું કે આ બાળક અફઘાનિસ્તાનનો હોઈ શકે છે. પરંતુ હવે ક્રિકેટર મુજીબે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ખુલાસો કર્યો છે કે બાળક બીજું કોઈ નહીં પણ ભારતનો છે.

Conclusion
અફઘાનિસ્તાનના ખેલાડી મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર મુજીબ ઉર રહેમાનને વળગીને ભાવુક થયેલ બાળક ખરેખર ભારતના દિલ્હી શહેરથી છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ વાયરલ તસ્વીરમાં જોવા મળતો બાળક અફઘાનિસ્તાનનો હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Tweet Of @Mujeeb_ , 17 Oct 2023
Media Report Of ndtv , 17 Oct 2023
Media Report Of jansatta , 17 Oct 2023
Media Report Of news18 , 17 Oct 2023
આ પણ વાંચો : ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધથી લઈને ભારત-પાકિસ્તાન મેચ અંગે ફેલાયેલ ભ્રામક અફવાઓ
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044