Authors
Claim – ભૂતપૂર્વ શ્રીલંકાના ક્રિકેટર મુથૈયા મુરલીધરન બોલિવૂડ ગીત “તૌબા તૌબા” પર ડાન્સ કરી રહ્યા હોવાનો દાવો
Fact – ખરેખર તે કોરિયોગ્રાફર કિરણ. જે છે. મુથૈયા મુરલીધરન નથી.
વિકી કૌશલ અભિનીત ફિલ્મ બેડ ન્યૂઝના ગીત “ તૌબા તૌબા ” પર એક માણસ ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. ફૂટેજ શેર કરનારા અનેક યુઝર્સે દાવો કર્યો છે કે તેમાં સુપ્રસિદ્ધ શ્રીલંકન ક્રિકેટર મુથૈયા મુરલીધરન બોલિવૂડના ગીત પર ગ્રુવ કરતા દેખાય છે. ન્યૂઝચેકરની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જણાયું છે.
X પર એક મિનિટનો વિડિયો વ્યાપકપણે પ્રસારિત થઈ રહ્યો છે જેમાં યુઝર્સ દાવો કરે છે કે મુથૈયા મુરલીધરનને “તૌબા તૌબા” પર નાચી રહ્યા છે. દાવો યુટ્યુબ પર પણ વાઇરલ છે.
આવી પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે .
Fact Check/Verification
ગૂગલ લેન્સ પર વાયરલ ફૂટેજની કીફ્રેમ્સ દ્વારા સર્ચ કરતા અમને 30 જુલાઈ, 2024ના રોજ @YummYummFoods દ્વારા પ્રકાશિત YouTube વિડિઓ પ્રાપ્ત થયો. તેમાં તે જ વિડિઓ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જે “#taubatauba #kiranj…” હેશટેગ્સ સાથે બોલિવૂડ ગીત પર મુરલીધરન ગ્રૂવ કરે છે એ બતાવવા માટે વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે.
ઘણા X યુઝર્સે અહીં અને અહીં વીડિયોમાં રહેલા ડાન્સરને કિરણ. જે તરીકે ઓળખાવ્યા છે.
Google પર એક કિવર્ડ “કિરણ જે” અને “ડાન્સર” સર્ચ કરતા તેમની YouTube ચેનલ “ @MrKiranJ” વિશે જાણકારી મળી. અમે ચેનલ વિશે વધુ તપાસ કરી અને જાણવા મળ્યું કે વાયરલ ફૂટેજ 25 જુલાઈ, 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યા હતા તે વીડિયોના છે.
આ ચેનલ દ્વારા ઘણા વીડિયો અપલૉડ કરવામાં આવ્યા છે, જેમાં વાઇરલ વીડિયોમાં દેખાતી વ્યક્તિ જોવા મળી. તેમના ઘણા ડાન્સ વીડિયો ત્યાં દર્શાવવામાં આવ્યા છે, જેમાં તેમનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. કિરણ. જેના ડાન્સ વીડિયો અને મુરલીધરનના ફોટોના સ્ક્રીનગ્રેબ્સ વચ્ચેની સરખામણી નીચે જોઈ શકાય છે.
વધુમાં, 22 જુલાઈ, 2024ના રોજ કિરણ જોપલે (@mr.kiranj)ના સત્તાવાર Instagram એકાઉન્ટ પર વાયરલ ફૂટેજ પણ શેર કરવામાં આવ્યા હતા. કૅપ્શન હતું – આ વાઇબ ખૂબ જ આકર્ષક છે. બેંગ્લૉર તમારો આભાર. ડાન્સ ઇન બેંગ્લૉર. એક યાદગાર દિવસ♥️ સપ્રેમ.”
Read Also – Fact Check: ગ્વાટેમાલામાં જ્વાળામુખી પર વીજળી પડવાનો વીડિયો હિમાચલના મંદિરનો વીડિયો હોવાના દાવા સાથે વાઇરલ
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરન બોલિવૂડ ગીત “તૌબા તૌબા ” પર ડાન્સ નથી કરી રહ્યા. તે ખરેખર કોરિયોગ્રાફર કિરણ. જે છે. ભૂલથી લોકો તેમને મુથૈયા મુરલીધરન સમજી રહ્યા છે.
Result: False
Sources
YouTube Channel Of @MrKiranJ
Instagram Post By @mr.kiranj, Dated July 22, 2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044