રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધની પરિસ્થિતિ હજુ યથાવત છે. રશિયા યુક્રેનના કેટલાક ભાગમાં ભારે હુમલાઓ કરી કબ્જો કરી ચૂક્યું છે. જયારે, યુનાઇટેડ નેશન તેમજ NATO સંગઠન આ યુદ્ધના વિરોધમાં છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં NATO સંગઠનના દેશોએ રશિયા વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હોવાનો દાવો કરવામાં આવેલ છે.

ફેસબુક પર “NATO એ રશિયા જોડે કર્યું યુદ્ધનું એલાન, થોડા જ સમય માં થશે ત્રીજુ વિશ્વ યુદ્ધ” ટાઇટલ સાથે એક ન્યુઝ અહેવાલની લિંક શેર કરવામાં આવેલ છે. જે અનુસાર, જર્મનીએ નાટોને રશિયા સાથે સીધો લશ્કરી મુકાબલો ટાળવાની સલાહ આપી છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને ડર હતો કે જો નાટો અને રશિયા ટકરાશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે.

ઉપરાંત, જર્મની રશિયા ઉપર ખૂબ જ આધાર રાખે છે અને તે મોટાભાગનું તેલ અને ગેસ રશિયા દ્વારા ખરીદતું હોય છે. જર્મની નાટોના સભ્ય થવા ઇચ્છે છે પરંતુ રશિયા દ્વારા તેને દબાણ આપવામાં આવે છે અને કહેવામાં આવ્યું છે જોકે નાટોના સભ્ય દેશ બનશે તો તેના ઉપર તેલ અને ગેસની પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.

આ પણ વાંચો :- જામનગર સાંસદ પૂનમ માડમ વડોદરા ખાતે કેનાલમાં પડ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
Fact Check / Verification
NATO સંગઠનના દેશોએ રશિયા વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ પોસ્ટ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા આ પ્રકારે કોઈપણ માહિતી જોવા મળતી નથી. જયારે વાયરલ દાવા અંગે NATO ઓફિશ્યલ વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલ પ્રેસ રિલીઝ જોવા મળે છે. જ્યાં,19 એપ્રિલના નાટો સ્ક્રેટરી અને અમેરિકી પ્રેસિડેન્ટ જો બાઇડેન વચ્ચે રશિયા દ્વારા યુક્રેનના ડોનબાસ શહેર પર કરવામાં આવેલ હુમલાઓ અંગે સમીક્ષા બેઠક કરી હતી.

ત્યારબાદ, 25 એપ્રિલના જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝ મુજબ, નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગ 26 એપ્રિલ 2022ના રોજ જર્મનીના રામસ્ટીન એર બેઝ ખાતે યુક્રેન સુરક્ષા સલાહકાર જૂથની મીટિંગમાં હાજરી આપશે. આ મીટિંગ યુએસ સેક્રેટરી ઓફ ડિફેન્સ, લોયડ જે. ઓસ્ટિન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહી છે, આ મિટિંગમાં યુક્રેનમાં કટોકટી અને નાટો સહયોગીઓ અને ભાગીદારો સામે સંબંધિત સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ તમામ પ્રેસ રિલીઝ સાથે NATO દ્વારા રશિયા પર હુમલો કરવાની કે યુદ્ધની જાહેરાત કરી હોવા અંગે કોઈપણ માહિતી જોવા મળતી નથી.
વાયરલ પોસ્ટ સાથે અન્ય કેટલીક ભ્રામક માહિતીમાં જર્મની NATO સંગઠન સાથે જોડાયેલ ન હોવાનો દાવો કરવામાં આવેલ છે, અને આ મુદ્દે રશિયા જર્મનીને NATO સાથે ન જોડવા અંગે દબાણ કરી રહ્યું છે. જે મુદ્દે NATO સાથે જોડાયેલ દેશોની યાદી પણ જાહેર કરવામાં આવેલ છે, જે મુજબ જર્મની 1955થી NATO સાથે જોડાયેલ છે.

Conclusion
NATO સંગઠનના દેશોએ રશિયા વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ પોસ્ટ સાથે ભ્રામક માહિતી શેર કરવામાં આવેલ છે. NATO દ્વારા કોઈપણ યુદ્ધની જાહેરાત કરવામાં આવેલ નથી, તેમજ જર્મની 1955થી NATO સંગઠન સાથે જોડાયેલ દેશ છે.
Result :- Fabricated Content / False
Our Source
Official Website Of NATO