ભારતીય મહિલા ગણિતશાસ્ત્રી નીના ગુપ્તા વિશે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. જે મુજબ, નીના ગુપ્તા દેશની પ્રથમ મહિલા ગણિતશાસ્ત્રી છે જેને પ્રતિષ્ઠિત રામાનુજન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે .

ફેસબુક યુઝરે નીના ગુપ્તાની તસ્વીર શેર કરી અને લખ્યું છે કે “નીના ગુપ્તા ગણિતશાસ્ત્રી જો તમને શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના સમાચારો જાણીને થોડો ફ્રી સમય મળે તો આપણે ભારતીયોઓએ આમને પણ ઓળખવા જોઈએ! જેમને રામાનુજન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, તે આ એવોર્ડ જીતનાર એકમાત્ર ભારતીય મહિલા છે.“

Fact Check / Verification
નીના ગુપ્તા દેશની પ્રથમ મહિલા ગણિતશાસ્ત્રી છે જેને પ્રતિષ્ઠિત રામાનુજન એવોર્ડ મળ્યો હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા નીના ગુપ્તા સાથે સંબંધિત ઘણા મીડિયા રિપોર્ટ્સ જોવા મળ્યા. વર્ષ 2021માં અંગ્રેજી અખબાર ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ‘માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, “નીના ગુપ્તાને બીજગણિત ભૂમિતિના ક્ષેત્રમાં તેમના કાર્ય માટે વર્ષ 2021 માટે પ્રતિષ્ઠિત રામાનુજન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો”. આ સન્માન મેળવનાર તે ચોથા ભારતીય ગણિતશાસ્ત્રી છે.

વધુ તાપસ કરવા પર અમને ઇન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જેમાં તમામ રામાનુજન પુરસ્કાર વિજેતાઓના નામ, વર્ષ અને દેશોની યાદી આપવામાં આવેલ છે.આ રિપોર્ટ અનુસાર, વર્ષ 2005માં શરૂ થયેલ રામાનુજન પુરસ્કાર કુલ 17 લોકોએ જીત્યો છે, જેમાં 4 ભારતીય ગણિતશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે.વર્ષ 2006માં, રામદોરાઈ સુજાતા આ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય હતા અને પ્રથમ ભારતીય મહિલા પણ હતા.

પ્રોફેસર નીના ગુપ્તા પશ્ચિમ બંગાળના કોલકાતાના રહેવાસી છે. નીના ગુપ્તાએ ખાલસા હાઈ સ્કૂલમાંથી પોતાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ બેથ્યુન કોલેજમાં બીએસસી મેથ્સ (એચ) ડિગ્રી મેળવી હતી. નોંધનીય છે કે નીના ગુપ્તા રામાનુજન પુરસ્કાર વિજેતામાં વિશ્વની ત્રીજી મહિલા અને બીજી ભારતીય મહિલા છે.
Conclusion
પ્રોફેસર નીના ગુપ્તા રામાનુજન એવોર્ડ જીતનાર બીજી ભારતીય મહિલા છે. પ્રથમ ભારતીય મહિલા રામદોરાઈ સુજાતા હતા, જેમણે વર્ષ 2006માં આ એવોર્ડ જીત્યો હતો. ભ્રામક દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Result : Partly False
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044