Authors
Claim – નાણામંત્રી નિર્મલા સિતારમણ દરરોજ મેટ્રોમાં ઑફિસ જતા હોવાનો દાવો કરતો વાઇરલ વીડિયો
Fact – 2024ની લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે તેમણે દિલ્હી મેટ્રોમાં સવારી કરી હતી તે સમયનો જૂનો વીડિયો ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણનો દિલ્હી મેટ્રોમાં જતા એક વીડિયો દાવા સાથે વાઇરલ થઈ રહ્યો છે કે, તેઓ ભારતમાં કેબિનેટ મંત્રી તરીકે હોવા છતાં, દરરોજ મેટ્રો દ્વારા ઓફિસે જાય છે.
અમને જાણવા મળ્યું કે આ વર્ષની લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ દિલ્હી મતવિસ્તારમાં પ્રચાર કરતી વખતે સીતારામણે મેટ્રોની સવારી લીધી હતી. અમે એવો કોઈ વિશ્વસનીય અહેવાલ પણ શોધી શક્યા નથી કે નાણા પ્રધાન નવી દિલ્હીમાં તેમની ઑફિસ પહોંચવા માટે રોજિંદા ધોરણે મેટ્રોમાં જ સવારી કરે છે.
27 સેકન્ડના વિડિયોમાં સીતારામણ તેના સુરક્ષાકર્મીઓ સાથે મેટ્રોની અંદર ઉભેલા જોવા મળે છે. બાદમાં વિડિયોમાં, એક સાથી મુસાફર સીતારમણને ખભા પર ટેપ કરતા જોઈ શકાય છે. જેના પર નાણામંત્રી સ્મિત સાથે જવાબ આપે છે.
વીડિયોને કેપ્શન સાથે શેર કરવામાં આવી રહ્યો છે, “તેઓ 4 ટ્રિલિયન ડૉલર્સની અર્થવ્યવસ્થા, 5 ટ્રિલિયન સ્ટોક માર્કેટ કેપ, 700 બિલિયન ફોરેક્સ રિઝર્વની અર્થવ્યવસ્થાના વર્તમાન નાણામંત્રી છે. તે ભારતીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણ છે. જેઓ દરરોજ મેટ્રો ટ્રેન દ્વારા ઑફિસની મુસાફરી કરે છે. ગત વર્ષે ભારતે સૌથી વધુ 8% જીડીપી વૃદ્ધિ હાંસલ કરી હતી.
વીડિયો એક્સ અને ફેસબુક પર વાઇરલ છે. પોસ્ટના આર્કાઇવ માટે અહીં ક્લિક કરો.
Fact Check/Verification
દાવાની તપાસમાં વિડિયો વિશે વિગતો શોધવા માટે નિર્મલા સિતારમણ મેટ્રો ટ્રાવેલની કીવર્ડ સર્ચ ચલાવી. અને તેમાં નિર્મલા સીતારમણની ઑફિસના વેરિફાઇડ X હેન્ડલ દ્વારા 17 મે-2024ના રોજની એક પોસ્ટ મળી.
આ પોસ્ટમાં મેટ્રોમાં સાથી મુસાફરો સાથે સીતારમણના કેટલાક ફોટોગ્રાફ્સ અને વાયરલ વીડિયો દર્શાવવામાં આવ્યા હતા. નિર્મલા સીતારમણના કાર્યાલયે વીડિયો શેર કર્યાં હતા. જેમાં નોંધ્યું હતું કે, કેબિનેટ મંત્રીએ લક્ષ્મી નગર વિસ્તારમાં પહોંચવા માટે દિલ્હી મેટ્રોમાં સવારી કરી. તેઓએ એ પણ ઉલ્લેખ કર્યો કે સીતારમણે તેમની મુસાફરી દરમિયાન મુસાફરો સાથે વાતચીત કરી હતી.
આ પોસ્ટમાં દેખાતા વીડિયોના વિઝ્યુઅલ વાઇરલ વીડિયોના વિઝ્લૂઅલ સાથે મૅચ થાય છે. જેનો અર્થ કે વાઇરલ વીડિયો જૂનો છે.
તે સમયે સીતારામણ દિલ્હીમાં મેટ્રોમાં પ્રવાસ કરી રહ્યાં હોવાના અહેવાલ પણ કેટલાક સમાચાર આઉટલેટ્સે આપ્યા હતા.
17 મે-2024ના રોજ ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત અહેવાલ જણાવે છે કે, “પૂર્વ દિલ્હીના ભાજપના ઉમેદવાર હર્ષ મલ્હોત્રાના પ્રચાર માટે સીતારામણ મંડી હાઉસથી મેટ્રોમાં સવાર થઈને સ્થળ પર પહોંચ્યા. રસ્તામાં તેમણે સાથી પ્રવાસીઓ સાથે વાતચીત કરી.
અહેવાલમાં વધુમાં ઉમેર્યું હતું કે, નાણામંત્રીએ નજીકના કોચિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મુખ્યત્વે રોજગારની તકો, અર્થતંત્રની સ્થિતિ અને ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમુદાયની વધતી ભૂમિકા વિશે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
તદુપરાંત કીવર્ડ સર્ચ થકી એ પણ સર્ચ રિઝલ્ટમાં જાણવા મળ્યું હતું કે, હર્ષ મલ્હોત્રા હાલમાં કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે 17 મે-2024ના રોજ લક્ષ્મી નગર મેટ્રો સ્ટેશન પર વિદ્યાર્થીઓની સભાની જાહેરાત કરતા તેમના વેરિફાઇડ X હેન્ડલ પરથી પોસ્ટ કરી હતી.
આ પોસ્ટમાં આ વર્ષે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી માટે મલ્હોત્રાના પ્રચારને સમર્થન આપવા માટે મેટ્રો સ્ટેશન પર સીતારમણની હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
Conclusion
દાવાની તપાસમાં જાણવા મળે છે કે લોકસભાની ચૂંટણી વખતે નિર્મલા સિતારમણે દિલ્હી મેટ્રોની યાત્રા કરી હતી. એ જૂનો વીડિયો છે. તદુપરાંત ચૂંટણી પ્રચાર સમયે યાત્રા કરી હતી અને તેથી વીડિયો સાથે કરાયેલ દાવો કે તેઓ દરરોજ ઑફિસ જવા માટે મેટ્રોનો ઉપયોગ કરે છે તે ખોટો છે. આથી દાવો એક અર્ધસત્ય છે. ખોટા સંદર્ભ સાથે તેને શેર કરવામાં આવ્યો છે.
Result – Partly False
Sources
News Report by Times of India, dated 18th May, 2024
Official Tweets by Nirmala Sitharaman Office X Handles,dated 18th May, 2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044