સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે કાશ્મીરમાં પોલીસ દ્વારા કથિત રીતે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા બદલ રાજસ્થાની યુવકોને માર મારવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલાક યુવકો ઘાયલ અવસ્થામાં જમીન પર પડ્યા છે અને સુરક્ષાકર્મીઓ તે યુવકોને વંદે માતરમ અને રાષ્ટ્રગીત ગાવાનું કહી રહ્યા છે.
ફેસબુક યુઝરે વાયરલ વિડીયો શેર કરતા લખ્યું છે કે,“રાજસ્થાનના મુસ્લિમ છોકરા કાશ્મીરમાં ફરવા ગ્યતા ત્યાં જઇ પાકિસ્તાન જિંદાબાદ ના નારા લગાવ્યા પછી તેમની હાલત લશ્કરના જવાનોએ કરી એ જુઓ”

Fact Check / Verification
કાશ્મીરમાં કથિત રૂપે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા બદલ પોલીસે રાજસ્થાની યુવકોને માર માર્યો હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા 2 ફેબ્રુઆરી 2021ના રોજ ઈન્ડિયન એક્સપ્રેસની વેબસાઈટ પર પ્રકાશિત એક અહેવાલ જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, દિલ્હી રમખાણો દરમિયાન એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં 23 વર્ષીય ફૈઝાન ઘાયલ હાલતમાં જમીન પર પડેલો જોવા મળ્યો હતો. ફૈઝાનના મૃત્યુના એક વર્ષ પછી, દિલ્હી પોલીસે હાઈકોર્ટને કહ્યું કે તેઓ હજુ પણ વીડિયોમાં દેખાતા સુરક્ષા કર્મચારીઓની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહેવાલ મુજબ, દિલ્હી રમખાણો દરમિયાન સુરક્ષા કર્મચારીઓ જમીન પર પડેલા ઘાયલ યુવાનોને વંદે માતરમ અને રાષ્ટ્રગીત ગાવા માટે દબાણ કરી રહ્યા હતા.

આ અંગે બીબીસી ન્યૂઝ હિન્દીની યુટ્યુબ ચેનલ પર 25 ફેબ્રુઆરી 2021ના રોજ અપલોડ કરવામાં આવેલ એક વીડિયો જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં રમખાણો થયા હતા અને તે દરમિયાન ઉત્તર પૂર્વ દિલ્હીનો એક વીડિયો વાયરલ થયો હતો. અહેવાલ મુજબ, વિડિયોમાં કેટલાક ઘાયલ લોકો રસ્તા પર પડ્યા હતા. આ લોકો સાથે મારપીટ કરવામાં આવી હતી અને રાષ્ટ્રગીત અને વંદે માતરમ ગાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉજ્જૈનમાં પણ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારાઓને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. જે અંગે ન્યૂઝચેકર દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
Conclusion
કાશ્મીરમાં કથિત રૂપે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા બદલ પોલીસે રાજસ્થાની યુવકોને માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર વર્ષ 2020માં દિલ્હી ખાતે થયેલા રમખાણો સમયે લેવામાં આવેલ છે.
Result : False
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044