Fact Check
ન્યુયોર્ક ટાઈમ્સ ન્યુઝ પેપરના ફ્રન્ટ પેજ પર પીએમ મોદીની વાયરલ તસ્વીરનું સત્ય
Claim : ન્યુયોર્ક ટાઈમ્સ ન્યુઝ પેપરના ફ્રન્ટ પેજ પર પીએમ મોદીની તસ્વીર
Fact : વાયરલ તસ્વીરને કોમ્પ્યુટર એડિટિંગ મારફતે લગાવવામાં આવેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાની મુલાકાતે હતા. આ ઘટના નેશનલ અને ઇન્ટરનેશનલ મીડિયા દ્વારા કવર કરવામાં આવી હતી. ઓસશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ જોવા મળી રહી છે. આ ક્રમમાં ન્યુયોર્ક ટાઈમ્સ ન્યુઝ પેપરના ફ્રન્ટ પેજ પર પીએમ મોદીની તસ્વીર શેર કરવામાં આવી છે. ન્યુઝ પેપર પર આ તસ્વીર “પૃથ્વીની છેલ્લી આશા” હેડલાઈન સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ તસ્વીર ભ્રામક હોવાનું જણાયું છે.

આ પણ વાંચો : બિપરજોય વાવાઝોડાને લઈને સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ
Fact Check / Verification
ન્યુયોર્ક ટાઈમ્સ ન્યુઝ પેપરના ફ્રન્ટ પેજ પર પીએમ મોદીની તસ્વીરને ધ્યાનપૂર્વક જોતા સપ્ટેમ્બર 26 તારીખ જોવા મળે છે. આ પરથી અમે ગુગલ પર ન્યુયોર્ક ટાઈમ્સ ન્યુઝ પેપરની 26 સપ્ટેમ્બર 2022 અને 2021ની આવૃત્તિ શોધી કાઢી હતી. અહીંયા આ બન્ને આવૃત્તિમાં ફ્રન્ટ પેજ પર પીએમ મોદીની તસ્વીર જોવા મળતી નથી.

આ અંગે વધુ તપાસ કરતા 29 સપ્ટેમ્બર 2021ના ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા વાયરલ દાવા પર સ્પષ્ટતા કરતી ટ્વીટર પોસ્ટ શેર કરવામાં આવેલ છે. જે મુજબ, વાયરલ તસ્વીર સંપૂર્ણપણે બનાવટી છે. ઉપરાંત, અહીંયા ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા પીએમ મોદી પરના તમામ તથ્યલક્ષી અહેવાલો જોવા માટે એક લિંક શેર કરવામાં આવેલ છે.
Conclusion
ન્યુયોર્ક ટાઈમ્સ ન્યુઝ પેપરના ફ્રન્ટ પેજ પર પીએમ મોદીની તસ્વીર છપાઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે. વાયરલ ભ્રામક તસ્વીર અંગે ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા ટ્વીટર પોસ્ટ મારફતે સ્પષ્ટતા કરવામાં આવેલ છે. જે મુજબ વાયરલ તસ્વીરને કોમ્પ્યુટર એડિટિંગ મારફતે લગાવવામાં આવેલ છે.
Result : Altered image
Our Source
Media Reports Of NewYork Times, September 2021,22
Twitter Post Of NewYork Times, 29 SEP 2021
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044