Fact Check
પંજાબ પોલીસ ભાજપ નેતાને માર મારી રહી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ, UP સપા નેતાએ આપ્યો ખુલાસો

પંજાબમાં હાલમાં PM મોદીના કાફલાને ફિરોઝપુર રેલી પહેલા કેટલાક પર્દશનકારીઓ ના કારણે અટકવું પડ્યું અને કેટલાક ઉદ્ઘાટન કાર્યક્રમ રદ્દ કરવા પડ્યા હતા. આ ઘટના બાદ સોશ્યલ મીડિયા પર અને ન્યુઝ ચેનલો પર દેશના PMની સુરક્ષા અંગે અને હુમલો થયા જેવા મુદાઓ પર ચર્ચાઓ થવા લાગી છે. આ ઘટના ક્રમમાં ન્યૂઝચેકર પંજાબી દ્વારા હાલમાં “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન ખાલિસ્તાનનાં નારા લાગ્યા” હોવાના દાવા પર ફેક્ટ ચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
પંજાબમાં PM મોદી સાથે થયેલ ઘટના સાથે જોડાયેલ સોશ્યલ મીડિયા પોસ્ટમાં એક વિડિઓ વાયરલ થયો છે. વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે, પંજાબ પોલીસ ભાજપ કાર્યકર્તાને માર મારી રહી છે. ફેસબુક પર “પંજાબ ની પોલીસે ભકત ને નાગિન ડાંસ કરાવી યો” ટાઇટલ સાથે આ વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે, તેમજ આ ભ્રામક વિડિઓ 5 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.

Fact Check / Verification
પંજાબ પોલીસ ભાજપ કાર્યકર્તાને માર મારી રહી હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા punjabkesari દ્વારા નવેમ્બર 2016ના વાયરલ વિડિઓ અંગે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, આ ઘટના ઉત્તરપ્રદેશના સપા નેતા કમાલ અખ્તરના નામ સાથે વાયરલ થઇ રહી છે.
ઉપરાંત, યુટ્યુબ પર Santosh Chaturvedi દ્વારા 2011માં પોસ્ટ કરવામાં આવેલ વાયરલ વિડીઓનું સંપૂર્ણ સંસ્કરણ જોવા મળે છે. વિડીઓમાં સમાજવાદી નેતાઓ વિરોધ પ્રદશન કરી રહ્યા હતા, અચાનક મામલો ગરમાતા પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવે છે. વિડિઓ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, આ ઘટના ઉત્તરપ્રદેશ વિદ્યાસભાની બહાર 21 ફેબ્રુઆરી 2011ના સપા નેતા રાજા ચતુર્વેદી સાથે બનેલ છે.
સમાજવાદી પાર્ટીના નેતા રાજા ચતુર્વેદીના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ઘટના અંગે જૂન 2019ના વિડિઓ પોસ્ટ કરતા જણાવ્યું હતું કે “21મી ફેબ્રુઆરી 2011ના રોજ બપોરે 12 વાગ્યે બજેટ સત્રના છેલ્લા દિવસે, બિલના વિરોધ દરમિયાન પોલીસે વિધાનસભા ભવનનાં મુખ્ય દ્વાર પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો”
Conclusion
પંજાબ પોલીસ ભાજપ કાર્યકર્તાને માર મારી રહી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. આ ઘટના 2011માં ઉત્તરપ્રદેશ વિધાનસભા ખાતે સમાજવાદી પાર્ટીના નેતા રાજા ચતુર્વેદી સાથે બનેલ છે. હાલમાં PM મોદીના પંજાબ કાર્યક્રમ રદ્દ થયા બાદ સોશ્યલ મીડિયા પર આ સંદર્ભે ભાજપ નેતાને પંજાબ પોલીસ માર મારી રહી હોવાનો ભ્રામક દાવો શેર કરવામાં આવ્યો છે.
Result :- False
Our Source
સમાજવાદી પાર્ટીના નેતા રાજા ચતુર્વેદી
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044