Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
શેરમાર્કેટની દુનિયાના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાનું અવસાન થયું છે. સોશ્યલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપતી અનેક પોસ્ટ જોઈ શકાય છે, જયારે કેટલાક યુઝર્સ તેમના દ્વારા ઇન્ટરવ્યૂમાં કહેવામાં આવેલ વાતો પોસ્ટ કરી રહ્યા છે. આ ક્રમમાં રાકેશ ઝુનઝુનવાલાના અવસાન પહેલાનો અંતિમ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં તેઓ વ્હિલચેર પર બેઠા-બેઠા ડાન્સ કરી રહ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે આ વિડીયો તેમના અવસાન પહેલાનો અંતિમ વિડીયો છે.
ફેસબુક પર અનેક યુઝર્સ “શેર માર્કેટ કિંગ પોતાની છેલ્લી પરિસ્થિતિ માં પણ આનંદ માણી રહેયાં છે” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. વીડિયોમાં રાકેશ ઝુનઝુનવાલા તેમના ઘરમાં એક ફંક્શન દરમિયાન વ્હિલચેર પર બેઠા-બેઠા ડાન્સ કરી રહ્યા છે. યુઝર્સ આ વિડીયો તેમના અવસાન પહેલાનો હોવાના દાવા સાથે શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો : 2013માં બનેલ ઘટનાનો વિડીયો હાલમાં બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદશન હોવાના દાવા સાથે વાયરલ
રાકેશ ઝુનઝુનવાલાના અવસાન પહેલાનો અંતિમ વિડીયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ અંગે ગુગલ સર્ચ કરતાયુટ્યુબ પર Sharenomics ચેનલ દ્વારા ઓગષ્ટ 2021ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે. વીડિયો સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર, રાકેશ ઝુનઝુનવાલાઅસ્થાયી રૂપે વ્હીલચેર પર હોવા છતાં નજીકના મિત્રો ઉત્પલ શેઠ, અમિત ગોયલા અને પરિવારના કેટલાક સભ્યો સાથે “કજરા રે” ગીતના તાલ પર ઉત્સાહપૂર્વક ડાન્સ કરે છે.
વધુમાં, આ ઘટના પર Business Today Hindi દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોઈ શકાય છે. અહીંયા મળતી માહિતી મુજબ, 5 જુલાઈ 2021ના રોજ પોતાના જન્મદિવસે તેઓ ઘરના કેટલાક સભ્યો સાથે ડાન્સ કરી રહ્યા છે.
જયારે, રાકેશ ઝુનઝુનવાલાના અવસાન પહેલાના વિડીયો અંગે ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે તેઓએ છેલ્લી વખત 7 ઓગષ્ટના અકસા એરલાઇનની લોન્ચિંગ ઇવેન્ટમાં હાજરી આપી હતી. economictimes અને ndtvના રિપોર્ટ અનુસાર ઝુનઝુનવાલાએ 7 ઓગષ્ટના એરલાઇનની લોન્ચિંગ ઇવેન્ટ સમયે એક નાનકડી સ્પીચ આપી હતી, તેઓ કહ્યું કે સામાન્ય રીતે નવ મહિનામાં બાળકનો જન્મ થાય છે પરંતુ અમને (અકસા એર)ને 12 મહિના લાગ્યા. આ એવિએશન મંત્રાલયના સહકાર વિના શક્ય ન હોત. મારે મંત્રી શ્રી સિંધિયાનો આભાર માનવો જોઈએ કારણ કે લોકો કહે છે કે ભારતમાં ખૂબ જ ખરાબ અમલદારશાહી છે પરંતુ એવિએશન મંત્રાલયે અમને જે સહકાર આપ્યો છે તે અવિશ્વસનીય છે.
રાકેશ ઝુનઝુનવાલાના અવસાન પહેલાનો અંતિમ વિડીયો હોવાના દાવ સાથે વાયરલ થયેલ પોસ્ટ ખેરખર 2021ના લેવામાં આવેલ છે. 5 જુલાઈ 2021ના રોજ પોતાના જન્મદિવસે તેઓ ઘરના કેટલાક સભ્યો સાથે ડાન્સ કરી રહ્યા છે.
Our Source
YouTube Video Of Sharenomics on 15 AUG 2021
YouTube Video Of Business Today Hindi on 14 Aug 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044