Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : આ સ્વામી વિવેકાનંદનો દુર્લભ વિડીયો છે
Fact : 1923માં ન્યૂયોર્કની મુલાકાતે આવેલા સ્વામી યોગાનંદના વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહો છે, દાવો કરવામાં આવ્યો છે કે “આ સ્વામી વિવેકાનંદનો દુર્લભ વિડીયો છે.” યુઝર્સ આ વીડિયોને સ્વામી વિવેકાનંદ હોવાના દાવા સાથે શેર કરી રહ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ સ્વામી વિવેકાનંદ જેવા કપડામાં રસ્તા પર ચાલતા જોવા મળે છે.
સ્વામી વિવેકાનંદનો દુર્લભ વિડીયો અંગે ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીંયા વાંચો
સ્વામી વિવેકાનંદનો દુર્લભ વિડીયો ટાઇટલ સાથે વાયરલ પોસ્ટના કીફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુનિવર્સલ યોગોડાન્સ દ્વારા 5 નવેમ્બર, 2016ના રોજ પોસ્ટ કરવામાં આવેલ યુટ્યુબ વિડિયો જોવા મળ્યો. “શ્રી શ્રી પરમહંસ યોગાનંદજી, તેમના શરૂઆતના વર્ષો દરમિયાન અમેરિકામાં” ટાઇટલ સાથે પોસ્ટ થયેલા આ વીડિયોમાં વાયરલ ક્લિપના દર્શ્યો જોઈ શકાય છે.
મળતી માહિતીના આધારે કીવર્ડ સર્ચ કરતા આ વીડિયો 6 માર્ચ, 2023ના રોજ સ્વામી પરમહંસ યોગાનંદને સમર્પિત એક ફેસબુક પેજ પર પણ શેર કરવામાં આવ્યો હતો. પોસ્ટમાં ઉમેરવામાં આવ્યું છે કે વિડીયો 1923માં ન્યૂયોર્કની મુલાકાતે આવેલા સ્વામી યોગાનંદનો છે, તેમજ વિડિઓ યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિનાના સહયોગ દ્વારા મળેલો છે. અહીંયા, વાયરલ ક્લિપ પર “mirc@sc.edu” નો વોટરમાર્ક પણ જોઈ શકાય છે.
અમે યુનિવર્સિટી ઓફ સાઉથ કેરોલિનાની સત્તાવાર વેબસાઇટ પર “સ્વામી યોગાનંદ” અંગે સર્ચ કરતા વેબસાઈટના ડિજિટલ કલેક્શનમાં ‘ભારતના સ્વામી યોગાનંદ’ શીર્ષક સાથે અપલોડ કરવામાં આવેલ 48 સેકન્ડ લાંબો વિડિયો જોવા મળે છે. વિડિયોની લગભગ 34 સેકન્ડ પછી વાયરલ ફૂટેજ જોઈ શકાય છે. જે ભાગને સ્વામી વિવેકાનંદના દુર્લભ વિડીયો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
સ્વામી વિવેકાનંદનો દુર્લભ વિડીયો ટાઇટલ સાથે વાયરલ થયેલો વિડીયો ખરેખર શ્રી શ્રી પરમહંસ યોગાનંદજી છે. 1923માં ન્યૂયોર્કની મુલાકાતે આવેલા સ્વામી યોગાનંદના વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Our Source
YouTube Video By Universal Yogodans, Dated November 5, 2016
Facebook Post By @yogananda, Dated March 6, 2023
Official Website Of University of South Carolina
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044