Authors
Claim : ઇઝરાયલે ત્રીજા ગાઝા ટાવરનો નાશ કર્યો
Fact : ઇઝરાયલે ત્રીજા ગાઝા ટાવરનો નાશ કર્યો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વિડીયો 2021માં બનેલી ઘટના છે.
ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે, બન્ને એકબીજા પર મિસાઈલ અટેક કરી રહ્યા છે. આ ક્રમ સોશ્યલ મીડિયા પર એક ઇમારત ધરાશાયી થવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇઝરાયલે ત્રીજા ગાઝા ટાવરનો નાશ કર્યો. ફેસબુક યુઝર્સ “ઇઝરાયેલે ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ શરૂ કર્યું | ઇઝરાયલે ત્રીજા ગાઝા ટાવરનો નાશ કર્યો” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
Fact Check / Verification
ઇઝરાયલે ત્રીજા ગાઝા ટાવરનો નાશ કર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વીડિયોમાં ન્યુઝ સંસ્થાન ‘અલ ઝઝીરા’નો લોગો જોવા મળે છે. વીડિયોના કિફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક પર Kerala Resists નામના યુઝર દ્વારા 13 મેં 2021ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ, ગાઝા શહેરમાં આવેલ 14 માળનું અલ-શોરોક ટાવર ઇઝરાયલના હુમલામાં ધરાશાયી થયું.
આ અંગે Al Jazeera English દ્વારા ટ્વીટર પર 13 મેં 2021ના વાયરલ વિડીયો પોસ્ટ કરવામાં આવેલ છે. અહીંયા જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઇકમાં ગાઝામાં આવેલ મીડિયા હાઉસની ઇમારત ધરાશાયી થઈ હતી.
વધુમાં તપાસ કરતા Voice of America અને cnn દ્વારા પ્રકાશિત અહેવાલ પણ અહીં જોવા મળે છે. ઘટનાના સાક્ષી બનેલા CNN ફોટો જર્નાલિસ્ટ ઇબ્રાહિમ દહમાનના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલી હવાઈ હુમલાએ ગાઝામાં અલ-શોરોક ટાવરનો નાશ કર્યો હતો.
Conclusion
ઇઝરાયલે ત્રીજા ગાઝા ટાવરનો નાશ કર્યો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો વિડીયો 2021માં બનેલી ઘટના છે. 2021માં બનેલી ઘટનાનો વિડીયો ઇઝરાયલ અને ગાઝા વચ્ચે હાલમાં ચાલી રહેલ હુમલાના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.
Result : Missing Context
Our Source
Media Report Of , cnn 13 May 2021
YouTube Video Of , Voice of America 13 May 2021
Facebook Post Of , Kerala Resists 13 May 2021
આ પણ વાંચો : ઇઝરાયલે ત્રીજા ગાઝા ટાવરનો નાશ કર્યો હોવાના દાવા સાથે આગાઉ રશિયા યુક્રેન યુદ્ધના સંદર્ભમાં શેર કરવામાં આવ્યો છે, આ અંગે ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત અહેવાલ અહીં વાંચો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044