કતાર દ્વારા લાદવામાં આવેલા કડક નિયમોના સાથે આર્જેન્ટિના સામે સાઉદીની આઘાતજનક જીતથી લઈને જર્મની પર જાપાનની આશ્ચર્યજનક જીત સુધી, FIFA WC 2022 એ સોશિયલ મીડિયાને ધમધમતું રાખ્યું છે.
ન્યુઝ ચેનલ અને સોશ્યલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા સાઉદી ટીમના દરેક ખેલાડીને રોલ્સ રોયસ ફેન્ટમની ભેટ આપવામાં આવશે. જો..કે સાઉદી ટીમ અને કોચે આ અહેવાલોને નકારી કાઢ્યા છે.

નવગુજરાત સમય, NDTV , હિન્દુસ્તાન ટાઈમ્સ , ટાઈમ્સ ઓફ ઈન્ડિયા , WION ન્યૂઝ અને ઈન્ડિયા ટાઈમ્સ સહિતના મુખ્ય સમાચાર આઉટલેટ્સ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા સાઉદી ટિમ જો આર્જેન્ટિના ટિમને હરાવીને આવશે તો દરેક ખેલાડીને રોલ્સ રોયસ ફેન્ટમ કર ભેટ આપવામાં આવશે.

ગુજરાત વિધાનસભા સાથે જોડાયેલ અનેક ભ્રામક ખબરો અંગે Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક
Fact Check / Verification
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા સાઉદી ટીમના દરેક ખેલાડીને રોલ્સ રોયસ ફેન્ટમની ભેટ આપવાના દાવા અંગે કેટલાક ગુગલ કીવર્ડ સર્ચ કરતા ફેસબુક પર કુવૈત ટાઈમ્સ દ્વારા 26 નવેમ્બરના સાઉદી કોચ અને ખેલાડીના ઇન્ટરવ્યૂનો પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોવા મળે છે.
અહીંયા મળતી માહિતી મુજબ, સાઉદી અરેબિયાની રાષ્ટ્રીય ટીમના એક ફૂટબોલરે સોશ્યલ મીડિયા પર ફેલાયેલ અફવાઓને ફગાવી દીધી હતી કે દરેક ખેલાડીને આર્જેન્ટિનાને 2-1થી હરાવવા બદલ રોલ્સ-રોયસ કાર આપવામાં આવશે.
આ ઉપરાંત, ન્યુયોર્ક પોસ્ટના એક અહેવાલ મુજબ સાઉદી કોચ રેનાર્ડે વાયરલ દાવા અંગે સ્પષ્ટતા આપતા કહ્યું, કે “આમાં કશું જ સાચું નથી, અમે આમારી રમત પાછળ કેન્દ્રિત છીએ.”

Conclusion
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા સાઉદી ટીમના દરેક ખેલાડીને રોલ્સ રોયસ ફેન્ટમની ભેટ આપવાનો દાવો કરતી પોસ્ટ તદ્દન ભ્રામક છે. સાઉદી ફૂટબોલ ટિમના કોચ અને ખેલાડી દ્વારા વાયરલ દાવો એક ભ્રામક અફવા હોવાની સ્પષ્ટતા એક ઇન્ટરવ્યૂમાં કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Facebook Post Of Kuwait Times , 26 NOV 2022
Article Of Newyork Post, 26 NOV 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044