Fact Check
શું વાયરલ તસ્વીરમાં ખેરખર સારા તેંડુલકર સાથે શુભમન ગીલ છે? જાણો શું છે સત્ય
Claim
ભારતીય ક્રિકેટર શુભમન ગીલને લઈને સોશ્યલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે. ફેસબુક પર શુભમન ગીલ અને સારા તેંડુલકરની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને ભારતીય ક્રિકેટર શુભમન ગિલના સંબંધને લઈ સોશ્યલ મીડિયા અને ફેન્સમાં ખુબ ચર્ચાઓ ચાલી રહી છે.

Fact Check / Verification
ફેસબુક પર વાયરલ થયેલ શુભમન ગીલ અને સારા તેંડુલકરની તસ્વીરને રિવર્સ ઇમેજ સર્ચ કરતા કોઈ ખાસ પરિણામો જોવા મળતા નથી. જયારે આ અંગે તેઓના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર સર્ચ કરતા સારા તેંડુલકરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે, પરંતુ અહીંયા તસ્વીરમાં શુભમન ગીલ નહીં પણ સારાનો ભાઈ અર્જુન તેંડુલકર જોવા મળે છે.

અર્જુન તેંડુલકરના 24માં જન્મદિવસ પર સારા તેંડુલકર દ્વારા શુભેચ્છા સંદેશ સાથે પોતાની અને અર્જુન તેંડુલકરની તસ્વીર શેર કરવામાં આવેલ છે. સારાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે “બેબી બ્રો 24નો થયો, તારી બહેન સદૈવ તારી સાથે જ છે”
આ ઉપરાંત વાયરલ તસ્વીર અને સારા તેંડુલકર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ તસ્વીરની સરખામણી કરતા સાબિત થાય છે કે વાયરલ તસ્વીર સાથે છેડછાડ કરીને શુભમન ગીલનો ચેહેરો લગાવવામાં આવ્યો છે.

Result : Altered Image
Our Source
Instagram Account OF saratendulkar, 24 Sep 2023
Self analysis
આ પણ વાંચો : શું રતન ટાટાએ રાશિદ ખાનને 10 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું? જાણો શું છે સત્ય
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044