Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
T20 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં પાકિસ્તાનને હાર આપી ઇંગ્લેન્ડની ટિમ ચેમ્પિયન બની હતી. યુઝર્સ દ્વારા વર્લ્ડકપને લઈને શેર કરવામાં આવતી પોસ્ટ વચ્ચે એક ઇંગ્લેન્ડની ટિમના બે ખેલાડી આદિલ રાશિદ અને મોઇન અલીની તસ્વીર વાયરલ થઈ રહી છે.
ફેસબુક પર “મોઈન અલી અને આદિલ રાશિદના ધર્મને માન આપીને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે શેમ્પેન (દારૂ ની બોટલ) ખોલ્યા વિના જ જીતની ઉજવણી કરી.” ટાઇટલ સાથે આ બન્ને ખેલાડીની એક તસ્વીર શેર કરવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇંગ્લેન્ડની ટિમ દ્વારા મોઈન અલી અને આદિલ રાશિદના ધર્મને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ પર શેમ્પેનથી જીતની ઉજવણી બંધ રાખી હતી.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ ઉમેદવારનો 2017નો જૂનો વિડીયો વાયરલ
ઇંગ્લેન્ડની ટિમ દ્વારા મોઈન અલી અને આદિલ રાશિદના ધર્મને ધ્યાનમાં રાખીને શેમ્પેનથી જીતની ઉજવણી બંધ રાખી હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર અંગે સૌપ્રથમ તો ICC T20 World Cupના ઓફિશ્યલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 13 નવેમ્બરના પોસ્ટ કરવામાં આવેલ વર્લ્ડકપના ફાઇનલનો વિડીયો જોઈ શકાય છે.
વર્લ્ડકપના ફાઇનલમાં ઇંગ્લેન્ડની ટિમને ટ્રોફી એનાયત કરતો આ વીડિયોમાં તમામ ખેલાડીઓ સાથે મોઈન અલી અને આદિલ રાશિદ પણ જીતની ખુશી મનાવતા જોઈ શકાય છે. જયારે શેમ્પેનથી ઉજવણી સમયે મોઈન અને આદિલ અન્ય ખેલાડીઓ સાથે જોવા મળતા નથી.
આ ઘટના અંગે વધુ તપાસ કરતા latestly, crickettimes અને timesnownews દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ મીડિયા અહેવાલ પણ જોઈ શકાય છે. જે મુજબ, ઈંગ્લેન્ડની ટીમે શેમ્પેનથી ઉજવણી શરૂ કરતા પહેલા મોઈન અલી અને આદિલ રશીદને અલગ થવા કહ્યું હતું. આ ઘટના જોયા પછી કેપ્ટન જોસ બટલરની ખુબ પ્રશંસા પણ કરવામાં આવી હતી.
ઇંગ્લેન્ડની ટિમ દ્વારા મોઈન અલી અને આદિલ રાશિદના ધર્મને ધ્યાનમાં રાખીને શેમ્પેનથી જીતની ઉજવણી બંધ રાખી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વર્લ્ડકપના ફાઇનલની ઉજવણીના વિડીયોમાં મોઈન અને આદિલ બન્ને ખેલાડીઓ જોઈ શકાય છે. ઇંગ્લેન્ડ ટિમના કેપ્ટન જોસ બટલર દ્વારા આ બન્ને ખેલાડીના ધર્મનું સમ્માન કરતા શેમ્પેનથી ઉજવણી શરૂ કરતા પહેલા મોઈન અલી અને આદિલ રશીદને દૂર થવા કહ્યું હતું.
Our Source
Video Posted on ICC T20 World Cup Official Page Facebook And Instagram, 13 Nov 2022
Media Reports Of latestly, crickettimes અને timesnownews, on 13 Nov 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044