Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભારતમાં રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખુબજ વિકાસ થયો હોય તેવું કહી શકાય. ઓવર બ્રિજ કે અંડર બ્રિજ કે પછી પહાડી રસ્તાઓ વિકસાવવામાં આવ્યા છે. થોડા સમય આગાઉ અમદાવાદ અને ગાંધીનગરને જોડતો SG હાઇવે પરના સરગાસણ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, અમદાવાદના SG હાઇવે પર ગાંધીનગરથી સરખેજ સુધી અનેક ફ્લાય ઓવરબ્રિજ નિર્માણ પામી રહ્યા છે. જેમાં વૈષ્ણોદેવી સર્કલ (Vaishno Devi over bridge) પાસે ગાંધીનગરથી અમદાવાદને જોડતો એક બ્રિજ તૈયાર થઇ ગયો છે.
સોશ્યલ મીડિયા પર કેટલાક યુઝર્સ દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પર તૈયાર થયેલ બ્રિજ હોવાના દાવા સાથે એક તસ્વીર શેર કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીરમાં ત્રણ લેયરમાં ભવ્ય બ્રિજનું નિર્માણ થયેલ જોવા મળે છે. (Vaishno Devi over bridge)


અમદાવાદ -ગાંધીનગર હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ નજીક ઓવરબ્રિજ (Vaishno Devi over bridge) બન્યો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં autonews અને telegraf દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ 2012માં આ બ્રિજ શિલોવસ્કાયા યુક્રેન ખાતે બનવવા માટે જાહેરાત કરાઈ હતી.

અહેવાલ સાથે વાયરલ થયેલ તસ્વીર શેર કરતા માહિતી આપવામાં આવેલ છે કે યુક્રેન શિલોવસ્કાયા ખાતે Kiev authorities દ્વારા આ બ્રિજના કામ માટે Victor Petruk દ્વારા રજૂ કરવામાં આવેલ ડિઝાઇન પસંદ કરવામાં આવી હતી. telegraf ના અહેવાલ મુજબ Petruk દ્વારા ફ્લાય ઓવરબ્રિજનું ડિઝાઇન મોડેલ તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં આ પ્રોજેક્ટ અંગે કેટલીક અન્ય તસ્વીરો પણ શેર કરવામાં આવેલ છે.
શિલોવસ્કાયા ખાતે બનવા જઈ રહેલ ફ્લાય ઓવરબ્રિજ પ્રોજેક્ટ અંગે વધુ સર્ચ કરતા uaprom વેબસાઈટ પર ટ્રાન્સપોર્ટ એન્જીન્યર Victor Petrukનો પ્રોજકેટ અંગે લેવામાં ઈંટરવ્યુ જોવા મળે છે. જે મુજબ પ્રોજેક્ટ તેમના દ્વારા Kiev authoritiesને 2012માં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ આ અંગે સરકાર દ્વારા કોઈપણ કાર્યવહી આગળ વધારવામાં આવેલ નથી.

આ પણ વાંચો :- રાષ્ટ્રગાન સમયે ભાજપનો ઝંડો ફરકાવવામાં આવ્યો હોવાનો 2018નો વિડિઓ ભ્રામક દાવા સાથે વાયરલ
જયારે શિલોવસ્કાયા ખાતે હાલમાં આવેલ બ્રિજ અંગે તપાસ કરતા 112.international વેબસાઈટ પર માર્ચ 2019ના પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જેમાં એથોરિટી દ્વારા બ્રિજના નવા પ્લાન સાથે કામ આગળ વધી રહ્યું હોવાની માહિતી જોવા મળે છે. આ સાથે નિર્માણાધીન બ્રિજની કેટલીક તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે. ઉપરાંત, ગુગલ EARTH પર શિલોવસ્કાયા ફ્લાય ઓવરબ્રિજ સર્ચ કરતા હાલની તસ્વીર પણ જોવા મળે છે.

અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ ઉપર બનાવવામાં આવેલ બ્રિજ અંગે તપાસ કરતા ફેસબુક પર Our Ahmedabad દ્વારા મેં 2021ના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. જેમાં નવો તૈયાર થયેલ ઓવરબ્રિજ અને વૈષ્ણોદેવી સર્કલ અંગે કેટલીક માહિતી આપતા તસ્વીર શેર કરવામાં આવેલ છે. ઉપરાંત ગુગલ મેપ પર પણ વૈષ્ણોદેવી સર્કલ (Vaishno devi over bridge) ઉપર બનાવવામાં આવેલ બ્રિજની રચના જોઈ શકાય છે.

ગાંધીનગર નજીક આવેલ વૈષ્ણોદેવી સર્કલ પર ઠરી લેયર ભવ્ય ફ્લાયઓવર બનાવવામાં આવ્યો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર યુક્રેન શિલોવસ્કાયા ખાતે બનેલ બ્રિજના નિર્માણ પહેલા બનાવવામાં આવેલ એક કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન છે, જયારે હાલમાં આવો કોઈપણ બ્રિજ અસ્તિત્વમાં નથી. ટ્રાન્સપોર્ટ એન્જીન્યર Victor Petruk દ્વારા બનાવવામાં આવેલ ડિઝાઇનની તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Our Ahmedabad
112.international
uaprom
autonews
telegraf
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
March 18, 2025
Dipalkumar Shah
October 10, 2024
Prathmesh Khunt
June 28, 2023