ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના નેતાઓ છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામનો હિસાબ લઈને જનતા સમક્ષ જઈ રહ્યા છે. આ દરમિયાન તેમને ઘણી જગ્યાએ લોકોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને તેમના વિધાનસભા ક્ષેત્ર સિરાથુના કેસરિયા ગામમાં મહિલાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય બીબીસીના એક અહેવાલ મુજબ પશ્ચિમ ઉત્તર પ્રદેશના ગામડાઓમાં ભાજપના ઉમેદવારોને કાળા ઝંડા બતાવવા, તેમના પર પથ્થરમારો અને કાદવ ફેંકવાના એક ડઝનથી વધુ મામલા સામે આવ્યા છે.
આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક લોકો ભાજપ નેતાનો વિરોધ કરી રહ્યા છે. વિડીઓમાં લોકો ભાજપ નેતાની ગાડીને ઘેરો કરી પ્રચાર કરવા રોકી રહ્યા છે. ફેસબુક પર “ઉત્તરપ્રદેશ માં જનતા બીજેપી ના નેતાઓ ને ભગાડી રહી છે” ટાઇટલ સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે. (archive)
સોશિયલ મીડિયા પર હિન્દી ભાષામાં “ઉત્તરપ્રદેશ સરકારના મંત્રી શ્રીકાંત શર્માનો લોકો વિરોધ કરી રહ્યા” હોવાના દાવા સાથે આ વિડિઓ ખુબ જ શેર કરવામાં આવેલ છે. જે મુદ્દે newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
Fact Check / Verification
ઉત્તરપ્રદેશ માં જનતા બીજેપી ના નેતાઓ ને ભગાડી રહી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર એક્ઝામ ફાઇન્ડર નામની ચેનલ દ્વારા 01 ફેબ્રુઆરી 2022 ના રોજ પોસ્ટ કરવામાં આવેલ સમાન વીડિયો જોવા મળે છે. વીડિયો અનુસાર, “ભાજપના પૂર્વ સાંસદ રવીન્દ્ર રાય પર ઝારખંડના ધનબાદમાં સરકારનો વિરોધ કરી રહેલી રેલી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.”
ભાજપના ભૂતપૂર્વ સાંસદ ડૉ રવિન્દ્ર કુમાર રાયના સત્તાવાર ફેસબુક હેન્ડલ દ્વારા પણ સમાન વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. ડૉ. રાયે લખ્યું છે કે, “હું આ વીડિયો તેમના માટે શેર કરી રહ્યો છું જેઓ કહી રહ્યા છે કે હું આંદોલનને બદનામ કરી રહ્યો છું, જો ડ્રાઈવરે આજે સમજણ ન બતાવી હોત, તો મને ખબર નથી કે આજે હું તમારી સાથે આ શેર કરવા માટે હયાત ના હોત.“
ભાજપના ભૂતપૂર્વ સાંસદ ડૉ રવિન્દ્ર કુમાર રાય પર હુમલો થયો હોવાની માહિતી અંગે ગુગલ સર્ચ કરતા 30 જાન્યુઆરી 2022ના રોજ ન્યૂઝ18 દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એક અહેવાલ જોવા મળે છે. અહેવાલ અનુસાર, ઝારખંડના પૂર્વ બીજેપી સાંસદ રવિન્દ્ર કુમાર રાયના વાહન પર બોકારો પાસે હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમની કારને નુકસાન થયું હતું. અહેવાલ મુજબ રવિન્દ્ર રાય પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોતાના પર થયેલા હુમલાની લેખિત ફરિયાદ પણ આપી છે.
તમને જણાવી દઈએ કે ઝારખંડમાં ભાષાકીય વિવાદને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. 04 ફેબ્રુઆરી 2022 ના રોજ એબીપી ન્યૂઝ દ્વારા અપલોડ કરાયેલા અહેવાલ મુજબ , સામાજિક સંગઠનોએ માંગણી કરી છે કે સરકારે પહેલા 1932ના આધારે સ્થાનિક નીતિ નક્કી કરવી જોઈએ અને મગહી, ભોજપુરી અને અંગિકાને પ્રાદેશિક ભાષાઓમાં સામેલ કરવાનું ટાળવું જોઈએ.
Conclusion
ઉત્તર પ્રદેશમાં જનતા બીજેપીના નેતાઓ ને ભગાડી રહી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીઓ ખરેખર ઝારખંડના ભાજપ સાંસદ સાથે બનેલ બનાવ છે. ઝારખંડના પૂર્વ બીજેપી સાંસદ રવિન્દ્ર કુમાર રાયના વાહન પર બોકારો પાસે કેટલાક પ્રદશનકારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
Result :- Misleading/Partly False
Our Source
BJP Ex- MP Ravindra Rai Facebook Page
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044