Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : ઉત્તરપ્રદેશમાં વકીલો યોગી સરકાર વિરુદ્ધ ઠાઠડી કાઢીને સુત્રોચાર સાથે વિરોધ કર્યો
Fact : વિરોધ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ખરેખર 2019માં બનેલ ઘટના છે.
ઉત્તરપ્રદેશમાં વકીલો યોગી સરકાર વિરુદ્ધ ઠાઠડી કાઢીને સુત્રોચાર સાથે વિરોધ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક યુઝર્સ દ્વારા “પ્રયાગરાજ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર નું અંતિમ સંસ્કાર કરતા વકીલો” ટાઇટલ સાથે આ વિડીયો શેર કરવામાં આવેલ છે. ન્યૂઝચેકરની તપાસમાં આ ઘટના જૂની હોવાનું જણાયું છે.
ઉત્તરપ્રદેશમાં વકીલો યોગી સરકાર વિરુદ્ધ ઠાઠડી કાઢીને સુત્રોચાર સાથે વિરોધ કરી રહ્યા હોવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા યુટ્યુબ પર Akhand Bharat TV દ્વારા 16 સપ્ટેમ્બર 2019ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ, ટ્રિબ્યુનલ મુદ્દે અચોક્કસ મુદતના ઉપવાસની ચેતવણી આપનાર એડવોકેટ શ્રીવાસ્તવની આગેવાની હેઠળ અલ્હાબાદ હાઈકોર્ટના હજારો વકીલોએ આંબેડકર સ્ક્વેર હાઈકોર્ટથી સુભાષ સ્ક્વેર સિવિલ લાઈન્સ સુધી ભાજપ સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પૂતળાની અંતિમયાત્રા કાઢી હતી.
આ અંગે વધુ તપાસ કરતા ન્યુઝ સંસ્થાન patrika દ્વારા 11 સપ્ટેમબર 2019ના પ્રકાશિતમા આવેલ અહેવાલ મળી આવે છે. લેખ મુજબ, પ્રયાગરાજ લખનૌમાં સ્ટેટ એજ્યુકેશન સર્વિસ ટ્રિબ્યુનલની સ્થાપનાના વિરોધમાં હાઈકોર્ટના વકીલોએ રાજ્ય સરકારની અંતિમયાત્રા કાઢી અને વિરોધ કર્યો હતો. આ ઘટના અંગે amarujalaનો અહેવાલ પણ પુષ્ટિ કરે છે કે લખનૌમાં વકીલો દ્વારા 2019માં રાજ્ય સરકારની અંતિમયાત્રા કાઢી અને વિરોધ કરવામાં આવ્યો હતો.
ઉત્તરપ્રદેશમાં વકીલો યોગી સરકાર વિરુદ્ધ ઠાઠડી કાઢીને સુત્રોચાર સાથે વિરોધ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ખરેખર 2019માં બનેલ ઘટના છે. સોશ્યલ મીડિયા યૂઝર્સ 5 વર્ષ જૂનો વિડીયો હાલના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.
Our Source
YouTube Video Of Akhand Bharat TV , 16 Sept 2019
Media Reports Of patrika , 11 Sept 2019
Media Reports Of amarujala, 11 Sept 2019
(આ પણ વાંચો : અયોધ્યામાં તૈયાર થઈ રહેલ રામ મંદિરના અંદરના દર્શ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044