(UP)ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 14 વર્ષના છોકરા પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બીબીસીના એક અહેવાલ મુજબ, એક 14 વર્ષનો મુસ્લિમ છોકરો ગાઝિયાબાદના એક મંદિરમાં પાણી પીવા ગયો ત્યારે તેને એક શખ્સે પકડ્યો હતો અને ભારે માર માર્યો હતો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. Indian Express અનુસાર, પોલીસે મુખ્ય આરોપી સિંગરી બંધન યાદવ અને તેના સાથી શિવાનંદની ધરપકડ કરી હતી.
UP વીડિયોમાં આરોપીએ બાળકનો હાથ પકડ્યો હતો અને તેનું નામ અને મંદિર આવવાનું કારણ પૂછ્યું હતું જ્યારે બાળકે તેનું નામ અને તેના પિતાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તે પાણી પીવા આવ્યો છે ત્યારે આરોપીએ તેની સાથે મારપીટ કરી હોવાનું જોઈ શકાય છે.
ત્યારે આ સંદર્ભે સોશિયલ મીડિયા પર બે તસવીરો વાઇરલ થઈ છે, જેમાં એક બાળકના શરીર પર ઈજાઓ અને ચાબુકના ઘા જોઈ શકાય છે. આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ તસ્વીર UP 14 વર્ષીય આસિફની છે. ફેસબુક પર વાયરલ તસ્વીર “ભાઈ આસિફ…. તરસ લાગે તો ગુરુદ્વારા, ચર્ચ,હોટલ, મસ્જિદ મા જાજે… પણ મંદિર મા ન જતો મારા ભાઈ… ત્યાં ભગવાન તો ઠીક… માણસ પણ નથી” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
(UP) આસિફ નામના યુવકને આ રીતે ગંભીર માર મારવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર જયારે ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા સમાન તસ્વીર 12 ઓક્ટોબર 2020ના ફેસબુક એકાઉન્ટ પર પણ જોવા મળે છે.

આ પણ વાંચો :- શું રાણી એલિઝબેથ દ્વારા PM મોદીનો આભાર વ્યક્ર્ત કરવામાં આવ્યો UP
જયારે વધુ એક ફેસબુક એકાઉન્ટ પર સમાન તસ્વીર 26 જાન્યુઆરી 2021ના રોજ પોસ્ટ થયેલ જોવા મળે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ થઈ રહેલી તસવીરનો આસિફ કેસ સાથે કોઈ સંબંધ નથી.

Alhadath Yemen નામના ઓફિશિયલ ફેસબુક પેજ પર 6 ઓક્ટોબર 2020ના આ બાળકના ફોટો અપલોડ કરતા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ફોટો યમનના અલ-મહવિત પ્રાંતના છે. જ્યાં એક બાર વર્ષના બાળકને તેના પિતા દ્વારા મારમારવામાં આવ્યો હતો.”

વધુ તપાસ કરતા સ્થાનિક મીડિયા વેબસાઇટ Cratersky.net તેમજ adennet પર પ્રકાશિત અહેવાલ તેમજ તસ્વીર જોવા મળે છે. અહેવાલ અનુસાર, યમનના અલ માવિથમાં એક 12 વર્ષના છોકરાને તેના પિતાએ ભારે માર માર્યો હતો. જે અંગે ત્યાંના વહીવટીતંત્રને માહિતી મળતાં છોકરાના પિતા સામે કેસ દાખલ કર્યો અને તેને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
અહેવાલ અનુસાર “આ ફોટો યમનના અલ-મહવિતની છે, બાળકનું નામ શામાખ રશીદ છે. સ્થાનિક સ્રોત અને સામાજિક કાર્યકર્તાઓના હવાલેથી આ ફોટો અંગે માહિતી આપવામાં આવી હતી કે, સાવકી માતાની ફરિયાદ પરથી પિતા દ્વારા શામાખને આ રીતે મારમારવામાં આવ્યો હતો. તેમજ અમુક લોકોએ પણ કરી રહ્યા છે કે, પિતા દ્વારા હુથી આંદોલનમાં સામેલ થવાનું પુત્રને કહેવામાં આવ્યુ હતુ પરંતુ તેની પુત્રએ ના પાડતા પિતા દ્વારા તેને મારમારવામાં આવ્યો હતો.”


Conclusion
(UP) ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 14 વર્ષના મુસ્લિમ છોકરાને ધાર્મિક કારણો સાથે માર મારવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ભ્રામક છે. ઉત્તર પ્રદેશમાં બનેલ ઘટના મુદ્દે પોલીસે મુખ્ય આરોપી સિંગરી બંધન યાદવ અને તેના સાથી શિવાનંદની ધરપકડ કરી છે. જયારે વાયરલ થયેલ તસ્વીર યમન દેશમાં એક પિતા દ્વારા પોતાના પુત્રને માર મારવામાં આવ્યો હોવાની છે. જે તસ્વીરને ગાઝિયાબાદમાં આસિફ સાથે બનેલ ઘટના હોવાના નામે વાયરલ કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
Cratersky.net
adennet
Facebook
Google
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)