Fact Check
શું પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘને વિશ્વના 50 સૌથી પ્રામાણિક લોકોની સૂચિમાં શામેલ કરવામાં આવ્યા છે?
Manmohan Singh
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની એક તસ્વીર વોટ્સએપ પર શેર કરવામાં આવી રહી છે, જેમાં દાવોકરવામાં આવ્યો છે કે ભારતમાંથી એક જ વ્યક્તિ યુએસ દ્વારા જાહેર કરવામાં આવેલ વિશ્વના 50 સૌથી પ્રામાણિક લોકોની યાદીમાં છે, અને મનમોહન સિંઘ આ યાદીમાં ટોચ પર છે. સોશિયલ મીડિયા પર આ દાવો ઘણા સમયથી શેર થઈ રહ્યો છે, અગાઉ પણ newschecker દ્વારા આ મુદ્દે ફેકટચેક કરવામાં આવેલ છે.
આ સમાન પોસ્ટ હાલ ફરી એક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેસબુક અને ટ્વીટર પર સમાન દાવા સાથે મનમહોન સિંહની તસ્વીર શેર કરવામાં આવી રહી છે.
Factcheck / Verification
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા દાવાની તપાસ શરૂ કરતા અમે વ્હાઇટ હાઉસની સત્તાવાર વેબસાઇટ પર આ મુદ્દે શોધખોળ કરી જેમાં આ મુદ્દે કોઈપણ માહિતી પબ્લિશ થયેલ જોવા મળતી નથી.
ત્યારબાદ કેટલાક ગુગલ કીવર્ડ્સ સર્ચ કરતા 6 ડિસેમ્બર, 2012 ના રોજ ધ હિન્દુ દ્વારા પ્રકાશિત મીડિયા અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ 2012માં, ફોર્બ્સ મેગેઝિને વિશ્વના 20 સૌથી શક્તિશાળી લોકોની સૂચિ બહાર પાડી હતી. આ યાદીમાં પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ 20 મા સ્થાને હતા. ઉલ્લેખનીય છે કે આ યાદીમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી જેબ બિઝનેશ મેન પણ શામેલ હતા.

વધુ તપાસ દરમિયાન, 22 ઓક્ટોબર 2016 ના રોજ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત મીડિયા અહેવાલ જોવા મળે છે. જે મુજબ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ રાષ્ટ્રપતિ બન્યા બાદ એક ડિનરનું આયોજન કર્યું હતું, જે સમયે મનમોહન સિંહે 2009 માં ઓબામાની સત્તા સંભાળ્યા પછી પહેલીવાર ભારત તરફથી રાજકીય મુલાકાત લીધી હતી.

આ પ્રસંગ સમયે ઓબામા દ્વારા મનમોહન સિંહ અને મિશેલ ઓબામા દ્વારા મનમોહન સિંહના પત્નીને હાથ પકડી અંદર લઇ જતા જોઈ શકાય છે. આ તસ્વીર સ્ટેટ વેબસાઈટ પર જોવા મળે છે, જયારે PM મોદી દ્વારા 2016માં કરવામાં આવેલ મુલાકાતની તસ્વીર વેબસાઈટ પર જોવા મળતી નથી. પરંતુ આ તસ્વીરો પરથી એ કોઈ પ્રમાણ મળતું નથી કે આ વિશ્વના સૌથી ઈમાનદાર માણસ છે.
Conclusion
અમેરિકા દ્વારા વિશ્વના સૌથી 50 ઈમાનદાર લોકોનું લિસ્ટ તૈયાર કરાયું છે, જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સામેલ હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ. USA દ્વારા કે અન્ય કોઈ એજન્સી દ્વારા આ પ્રકારે કોઈપણ લિસ્ટ જાહેર કરવામાં આવેલ નથી.
Result :- False
Our Source
ઈન્ડિયન એક્સપ્રેસ
ધ હિન્દુ
વ્હાઇટ હાઉસ
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044