Fact Check
ગુજરાતના દ્વારકા નજીક દરિયાકાંઠે ચક્રવાત બિપરજોય આવ્યું હોવાના વાયરલ વિડીયોનું સત્ય
Claim : ગુજરાતના દ્વારકા નજીક દરિયાકાંઠે ચક્રવાત બિપરજોય
Fact : ગુજરાતના દ્વારકા નજીક દરિયાકાંઠે ચક્રવાત બિપરજોયનો દાવો કરતો વાયરલ વિડીયો ખરેખર સંપાદિત થયેલો છે. વાયરલ વિડીયો 2022થી ઇન્ટરનેટ પર હાજર છે.
બિપરજોય વાવાઝોડાને લઈને સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ ક્રમમાં ગુજરાતના દ્વારકા નજીક દરિયાકાંઠે ચક્રવાત બિપરજોય આવ્યું હોવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં સમુદ્ર વચ્ચે ખુબ ભયાનક ચક્રવાત સર્જાયેલો જોઈ શકાય છે.

આ પણ વાંચો : બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં દરિયા વચ્ચે તોફાનમાં ફસાયેલ બોટના વાયરલ વિડીયોનું સત્ય
Fact Check / Verification
ન્યૂઝચેકરે ગુજરાતના દ્વારકા નજીક દરિયાકાંઠે ચક્રવાત બિપરજોયનો દાવો કરતા વાયરલ ફૂટેજનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરીને જોયું કે વિડિયોમાં ચક્રવાત સંપાદિત કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓમાં સમુદ્ર શાંત દેખાય છે.
વિડિયોના કીફ્રેમ્સ પર રિવર્સ ઈમેજ સર્ચ કરતા અમને @rtsarovvideo ચેનલ દ્વારા YouTube પર આ વીડિયો ઓગષ્ટ 2022માં પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ પરથી અમને એવું અનુમાન કરવામાં મદદ મળે છે કે વીડિયો તાજેતરનો નથી અને સંભવતઃ સંપાદિત કરવામાં આવ્યો છે.
વધુ સ્પષ્ટતા માટે અમે પૃષ્ઠના નિર્માતાનો પણ સંપર્ક કર્યો હતો. પૃષ્ઠ નિર્માતા રોસ્ટિસ્લાવ ત્સારોવે પુષ્ટિ કરી કે આ વિડિયો ચક્રવાત બિપરજોયનો નથી. “આ વીડિયો મેં CGI નો ઉપયોગ કરીને બનાવ્યો છે અને હું આ વીડિયોનો માલિક છું. તે સંપાદિત છે અને તે ચક્રવાત બિપરજોય નથી.
Conclusion
ગુજરાતના દ્વારકા નજીક દરિયાકાંઠે ચક્રવાત બિપરજોયનો દાવો કરતો વાયરલ વિડીયો ખરેખર સંપાદિત થયેલો છે. વાયરલ વિડીયો 2022થી ઇન્ટરનેટ પર હાજર છે, જેથી આ ઘટનાને બિપરજોય સાથે કોઈ સંબંધ નથી.
Result : Altered Media
Our Source
Video posted by @rtsarovvideo on August 2022
Self analysis
Email correspondence with Rostyslav Tsarov, creator of the video
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044