Authors
Claim – કેસિનો એપનું પ્રમોશન હાર્દિક પંડ્યાએ કર્યું હતું.
Fact – વીડિયો ડીપફેક છે.
સોશિયલ મીડિયામાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાઇરલ છે. અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ એક કેસિનોની એપ્લિકેશનનું પ્રમોશન એટલે કે જાહેરાત કરી રહ્યા છે.
પરંતુ તપાસમાં આ વીડિયો બનાવટી અટલે કે ડીપફેક હોવાનું બહાર આવ્યું છે.
ફેસબુક પોસ્ટનો આર્કાઇવ અહીં જુઓ.
Fact Check/Verification
તપાસની શરૂઆતમાં, અમે Google પર ‘હાર્દિક પંડ્યા દ્વારા પ્રમોટ કરાયેલ કેસિનો એપ’ કીવર્ડ સર્ચ કર્યા. પરિણામે, અમને આનાથી સંબંધિત કોઈ અહેવાલો મળ્યા નથી.
વીડિયોને ધ્યાનથી જોયા પછી, અમને જાણવા મળ્યું કે હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ જર્સી પહેરી છે અને તેની આગળ ‘ટાટા આઈપીએલ’ લખેલું માઈક છે. અમને આ વિડિયો મેચના અંત પછી થઈ રહેલા સમારોહનો હોવાનું જણાયું હતું. હવે અમે વિડિયોની કી ફ્રેમ્સની મદદથી ગૂગલ પર રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. તપાસ દરમિયાન, અમને 30 એપ્રિલ, 2022ના રોજ ESPNની વેબસાઇટ પર પોસ્ટ કરાયેલ વાયરલ ક્લિપ જેવા દ્રશ્યો સાથેનો એક વીડિયો મળ્યો. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યા બાદ મેચ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપી રહ્યો હતા. આ સમયગાળા દરમિયાન, હાર્દિક પંડ્યા દ્વારા કેસિનો એપનો ક્યાંય પ્રચાર કરવામાં આવ્યો નથી.
વિડીયોને ધ્યાનથી જોતા આપણને વિડીયોમાં જે વાતો કહેવામાં આવી રહી છે તેમાં કૃત્રિમતા અને હાર્દિક પંડ્યાના હોઠની હલચલ જોવા મળે છે.
‘ મીસઈન્ફોર્મેશન કોમ્બેટ એલાયન્સ ‘ (MCA) ના ડીપફેક એનાલિસિસ યુનિટ (ડીએયુ), જેમાં ન્યૂઝચેકર પણ એક ભાગ છે, ટ્રુમીડિયાના ડીપફેક ડિટેક્ટર દ્વારા આ વિડિયો તપાસવામાં આવ્યો. તપાસ દરમિયાન, ટ્રુમીડિયાએ ઓડિયો અને વિડિયો બંનેને ખૂબ જ શંકાસ્પદ માન્યા હતા. ઉપરાંત, TruMediaની તપાસમાં AIની મદદથી ઓડિયોની હેરફેરના પૂરતા પુરાવા મળ્યા છે.
તપાસમાં જાણવા મળ્યું કે, વિડિયોમાં સિન્થેટીક ઓડિયોનો ઉપયોગ તેમજ AIનો ઉપયોગ કરીને ચહેરાની હેરાફેરી કરવામાં આવી હતી.
Conclusion
તપાસમાંથી અમે એવા તારણ પર આવ્યા છીએ કે કેસિનો એપનો પ્રચાર હાર્દિક પંડ્યા દ્વારા કરવામાં આવ્યો નથી. ડીપફેક વીડિયો નકલી દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
Result: Altered Video
Sources
Video shared by ESPN.
Analysis By DAU Through TrueMedia
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044