યુક્રેન પર ચાલી રહેલા રશિયન હુમલાથી વિશ્વ આખું સ્તબ્ધ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર અનેક ભારતીયો મદદ માંગી રહ્યા છે, તો કેટલાક અન્ય વિડિઓ યુક્રેનની હકીકત બતાવી રહ્યા છે. આ તમામ વાયરલ વિડિઓ વચ્ચે ન્યુઝ ચેનલો દ્વારા પણ રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના દાવા સાથે મિસાઈલ, ફાઈટર પ્લેન, ટેન્ક અટેકના વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અંગે ન્યુઝ ચેનલ TV9 Gujarati દ્વારા 24 ફેબ્રુઆરીના “રશિયા-યુક્રેન યુદ્ધ : કાળજું કંપાવી દે તેવા બ્લાસ્ટના અવાજો સાંભળો” હેડલાઈન સાથે એક વિડિઓ શેર કર્યો હતો. વિડીઓમાં જોઈ શકાય છે કે, અચાનક એક મોટો વિસ્ફોટ થવાથી પ્રકાશ ફેલાય છે. નોંધનીય છે કે, ફેસબુક પર આ વિડિઓ 1 લાખથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.

Fact Check / Verification
રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડીઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા એક ટ્વીટ જોવા મળે છે, જેમાં વાયરલ વીડિઓની TikTok લિંક શેર કરવામાં આવેલ છે. ટ્વીટર પોસ્ટ મુજબ, “આ વિડિયો અઠવાડિયા પહેલા Tiktok પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તે કોઈપણ આર્મી અટેક નથી”
ટ્વીટર પોસ્ટ સાથે આપવામાં આવેલ લિંક ઓપન કરતા જાણવા મળે છે, 29 જાન્યુઆરીના @kiryshkkanew નામના TikTok વપરાશકર્તા દ્વારા વાયરલ વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો હતો. પોસ્ટ સાથે આપવામાં આવેલ રશિયન માહિતી મુજબ “પાવર પ્લાન્ટમાં ધડાકો” થયો છે.

Conclusion
રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભે ન્યુઝ ચેનલ દ્વારા શેર કરવામાં આવેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ TikTok પર 29 જાન્યુઆરીના શેર કરવા આવ્યો હતો.
Result :- False Context/False
Our Source
Tik Tok
Twitter Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044