Claim : તારાગઢમાં એક દીપડો દારૂ પી ગયો
Fact : ખરાબ પાચન અને માનસિક બિમારીના કારણે, દીપડો નબળો પડી ગયો હતો
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં કેટલાક લોકો દીપડા સાથે સેલ્ફી લઇ રહ્યા છે તો કેટલાક લોકો તેને હેરાન કરી રહ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે તારાગઢમાં એક દીપડો દારૂ પી ગયો હતો.

Fact Check / Verification
દીપડો દારૂ પી ગયો હોવાના નામે શેર કરવામાં આવી રહેલા દાવાની તપાસ કરવા માટે કીવર્ડ સર્ચ કરતા અમને 30 ઓગષ્ટ 2023ના રોજ અમર ઉજાલા દ્વારા પ્રકાશિત એક અહેવાલ જોવા મળે છે. અહીંયા, વિડિયો દેવાસ જિલ્લાના સોનકચનો હોવાનું વર્ણવવામાં આવ્યું છે. લેખમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બિમારીના કારણે દીપડો બરાબર ચાલી શકતો ન હતો, ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તેની સાથે ગેરવર્તન કર્યું.

વન વિભાગના અધિકારીઓને ટાંકીને એ પણ માહિતી આપી છે કે આ દીપડાની પાચન શક્તિ નબળી હોવાને કારણે આ હાલતમાં જોવા મળ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ દીપડાએ સંપૂર્ણ ભોજન લીધું હતું. તમને જણાવી દઈએ કે અહેવાલ સાથે એક વીડિયો રિપોર્ટ પણ છે, જેમાં વાયરલ વીડિયોના દ્રશ્યો છે.
ઉપરોક્ત માહિતીના આધારે શોધ કરવા પર, અમને અન્ય ઘણા વિડિયો અહેવાલો મળ્યા, જેમાં વાયરલ વિડિયો દેવાસ જિલ્લાના સોનકચમાં એક બિમાર દીપડા સાથે ખરાબ વર્તનનો હોવાનું કહેવાય છે.
તપાસ દરમિયાન ન્યૂઝ 18 ઈન્ડિયા દ્વારા 2 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત એક અહેવાલ મળી આવે છે. આ અહેવાલમાં પ્રાણીસંગ્રહાલયના ઈન્ચાર્જ ડૉ. ઉત્તમ યાદવને ટાંકીને દીપડાના રોગ વિશે માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ડૉ. ઉત્તમ યાદવે કહ્યું કે દીપડો મોટાભાગે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર નામની બીમારીથી પીડિત હતો, તેથી જ તે બકરીની જેમ વર્તન કરી રહ્યો હતો.
Conclusion
આમ, અમારી તપાસમાં તે સ્પષ્ટ થાય છે કે દીપડાના નામે દારૂ પીવાનો દાવો ભ્રામક છે. વાસ્તવમાં, ખરાબ પાચન અને માનસિક બિમારીના કારણે, દીપડો નબળો પડી ગયો હતો અને તેની યાદશક્તિ ગુમાવી દીધી હતી, ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તેની સાથે ખરાબ વર્તન કર્યું.
Result : Partly False
Our Source
Reports published by Amar Ujala and NDTV
YouTube videos published by Webduniya Hindi and TV9 Bharatvarsh
(આ પણ વાંચો : તારાગઢમાં એક દીપડો દારૂ પી ગયો હોવાના ભ્રામક દાવા અંગે ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીં વાંચો.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044