ન્યૂઝચેકરમાં અમે અમારી ફેક્ટ-ચેકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા અને ન્યાય જળવાઈ રહે તેના માટે પ્રતિબદ્ધ છીએ. જો કોઈ ફેક્ટ-ચેક એવા વ્યક્તિ કે સંસ્થાને લગતી હોય જેની સાથે અમારી સંસ્થાનો સીધો કે આડકતરો હિતસંબંધ હોય, તો અમે તે સંબંધિત માહિતી તે ફેક્ટ-ચેકમાં સ્પષ્ટ જાહેર કરીશું. જેથી અમારા વાચકો સંપૂર્ણ રીતે માહિતગાર રહી શકે અને અમારી શોધના પરિપ્રેક્ષ્યનું મૂલ્યાંકન કરી શકે.
ન્યૂઝચેકરમાં અમે અમારા તમામ કાર્યમાં નિષ્પક્ષતા અને બિનપક્ષપાતી અભિગમ જાળવવા માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છીએ. દરેક કર્મચારીને જોડાયા પછી અમારી બિનપક્ષપાતી નીતિની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે, જેથી અમારા ફેક્ટ-ચેક સંપૂર્ણપણે તથ્યઆધારિત અને વ્યક્તિગત અભિપ્રાયોથી મુક્ત રહે.
અમે ખાતરી કરીએ છીએ કે અમારા ફેક્ટ-ચેકિંગ ટીમના તમામ સભ્યો રાજકીય પક્ષો કે વકીલાત સંગઠનો સાથેના કોઈપણ સંબંધથી મુક્ત હોય. જે સંસ્થાઓ કે સંગઠનો શાસન વ્યવસ્થામાં પારદર્શિતા અથવા લોકશાહી સુધારાઓને પ્રોત્સાહન આપે છે તેમના સિવાય.
અમારી બિનપક્ષપાતી નીતિ હેઠળ નીચેના સિદ્ધાંતો સાથે અમે ક્યારેક બાંધછોડ કરતા નથી:
ન્યૂઝચેકર ભારતમાં અમલી ડેટા ગોપનીયતા કાયદાનું પાલન કરે છે અને આ લાઇસન્સ હેઠળ શેર કરેલી તમામ સામગ્રી સંબંધિત કાનૂની માળખાં અનુસાર હોય તે સુનિશ્ચિત કરે છે.
જ્યાં અન્યથા ન જણાવેલ હોય તો, ન્યૂઝચેકર પરની તમામ સામગ્રી Creative Commons Attribution 4.0 International License (CC BY 4.0) હેઠળ લાઇસન્સ કરવામાં આવી છે. આ લાઇસન્સ હેઠળ તમે નીચે મુજબ તેનો ઉપયોગ કરી શકો છો:
વપરાશની શરતો:
અમારી સામગ્રીનો ઉપયોગ કરતી વખતે યોગ્ય શ્રેય સુનિશ્ચિત કરવા માટે, કૃપા કરીને નીચેની માર્ગદર્શિકાઓનું પાલન કરો:
અમે અન્ય ફેક્ટ-ચેકિંગ સંસ્થાઓ અને સ્વતંત્ર ફેક્ટ-ચેકરોની બૌદ્ધિક મિલ્કત અને મહેનતનું સન્માન કરીએ છીએ. અમે તેમની સામગ્રીનો કોઈપણ ભાગ ફરીથી પ્રકાશિત કરતા કે પુનઃઉપયોગ કરતા પહેલા સ્પષ્ટ શ્રેય (attribution) આપ્યા વિના તેનો ઉપયોગ નથી કરતા. જ્યાં યોગ્ય લાગે ત્યાં અમે પુનઃઉપયોગ કરતા પહેલા મૂળ સર્જકોને સૂચિત કરીએ છીએ અને તેમની સામગ્રીની લાઇસન્સ શરતોનું પાલન સુનિશ્ચિત કરીએ છીએ.
ન્યુઝચેકરમાં અમારી ફેક્ટ-ચેક રિપોર્ટિંગમાં સમાવિષ્ટ વ્યક્તિઓની ગોપનીયતા, સુરક્ષા અને આત્મગૌરવ જાળવવાની પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ. અમારી નીતિઓ નૈતિક ધોરણો અને લાગુ પડતા કાયદાઓ દ્વારા માર્ગદર્શિત થાય છે, જેથી જવાબદાર પત્રકારિતાને સુનિશ્ચિત કરી શકાય. નીચે એવા મુખ્ય સિદ્ધાંતો આપેલા છે જેનું અમે પાલન કરીએ છીએ:
સંવેદનશીલ વ્યક્તિઓની સુરક્ષા જ્યારે કોઈ વ્યક્તિની સુરક્ષા, ગોપનીયતા અથવા આત્મગૌરવ અંગે યોગ્ય રીતે ચિંતાનું કારણ હોય ત્યારે અમે તેમની ઓળખ અથવા તસવીર ધૂંધળી (બ્લર) કરીએ છીએ. આમાં નીચેના લોકોનો સમાવેશ થાય છે (પરંતુ તે એટલા પૂરતું જ સિમિત નથી):
અમે એવા સ્પષ્ટ અથવા ગ્રાફિક દ્રશ્યો ટાળીએ છીએ કે જે વ્યક્તિઓ અથવા અમારા દર્શકો માટે દુઃખદાયક બની શકે. જો આવા દ્રશ્યો કથાનક માટે અનિવાર્ય હોય, તો અમે ઓળખ છુપાવતા સંપાદન કરીએ છીએ જેથી માહિતીની અંખડિતતા જળવાય અને સાથે સાથે વ્યક્તિઓની ગોપનિયતાનીં સુરક્ષા પણ સચવાયેલી રહે.
ન્યૂઝચેકર નાબાલિગોના ઉલ્લેખ અથવા ઓળખ કરવા બાબતે નિયંત્રણપૂર્ણ, સન્માનજનક અને સંવેદનશીલ દૃષ્ટિકોણ અપનાવે છે. વર્તમાન કાયદાઓ હેઠળ મંજૂરી હોય ત્યારે:
અમે વ્યક્તિગત માહિતી (જેમ કે ટેલિફોન નંબર, ઓળખપત્રો, પાસપોર્ટ, બેંક એકાઉન્ટ નંબર, ઇમેઇલ સરનામું વગેરે) જે હેરાનગતી અથવા દુરુપયોગ તરફ દોરી શકે, તેને અનામિત કરીએ છીએ અથવા મહદઅંશે છુપાવીએ છીએ. આવી વિગતો માત્ર ત્યારે આપવામાં આવે છે જ્યારે આવી માહિતી કોઈ ફેક્ટ-ચેક માટે મહત્વપૂર્ણ પુરાવા હોય અને તેનું સંચાલન નીચે મુજબના ધોરણોને અનુસરીને કરવામાં આવે છે:
જો તમને લાગે છે કે ન્યૂઝચેકર દ્વારા પ્રકાશિત કોઈ પણ સામગ્રી આ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે, તો કૃપા કરીને અમને checkthis@newschecker.incheckthis@newschecker.in. પર જાણ કરો. અમે દરેક ફરિયાદને ગંભીરતાપૂર્વક લઈ તપાસ કરીએ છીએ અને અમારી નીતિઓ મુજબ તેની સમીક્ષા કરીએ છીએ.
અમે અમારી ટીમના સભ્યો માટે સલામત, સન્માનજનક અને સમર્થનસભર કામકાજના વાતાવરણને જાળવવામાં પ્રતિબદ્ધ છીએ, જે તેમની ભલાઈ અને માનસિક સહનશક્તિને પ્રોત્સાહન આપે છે. અમે ફેક્ટ-ચેકિંગ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આઘાત અને સતામણીના સંભવિત જોખમોને ઓળખી લીધા છે અને આ પડકારોને ઉકેલવા માટે ચોક્કસ પગલાં લેવામાં આવ્યા છે.
માનસિક તણાવ ઉભો કરી શકે તેવી સામગ્રીનું સંચાલન: અમારી ટીમને સુરક્ષિત રાખવા માટે, અમે નીચેના પગલાં લઈએ છીએ:
ઘટનાઓની જાણ કરવી: ટીમના સભ્યોને હેરાનગતી કે ટ્રોમાની તકલીફની ઘટના તાત્કાલિકપણે તેમના રિપોર્ટિંગ મેનેજર, મેનેજિંગ એડિટર અથવા HR પ્રતિનિધિને જાણ કરવી જોઈએ. આ જાણ ગુપ્ત રીતે કરી શકાય છે અને તેના માટે કોઈ પણ પ્રકારની બદલો લેવા જેવી વૃત્તિ સહન કરાશે નહીં.
સહાય સેવાઓ: પરિણામે અસરગ્રસ્ત થયેલા સભ્યોને મનોચિકિત્સા સહાય, કાઉન્સેલિંગ અને જરૂર જણાય ત્યારે કાયદેસરની સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો જરૂરી હોય તો કામના ભારને સંયોજિત કરવામાં પણ સહાય મળશે.
ઘટનાઓને ઉકેલવા:
Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in