Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Uncategorized @gu
Claim – 154 વર્ષના સંત હનુમાનજી મહારાજની તસવીર, જેઓ દર્શન આપે છે.
Fact – તસવીર ખરેખર 110 વર્ષના સિયારામ બાબાની છે. જેમનું નિધન પણ થઈ ચૂક્યું છે. દાવો ખોટા સંદર્ભ વાળો છો.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ સંતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો 154 વર્ષના સંતનો છે.
સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “154 વર્ષ ના સંતના દર્શન કરજો અન્ય જનતાને દર્શન નો લાભ આપજો 154 વર્ષના સંત હનુમાનજી મહારાજના પરમ ભક્ત છે. બ્રહ્મચારી સંત ને શત્ શત્ વંદન વંદન… જય જય શ્રી રામ ભગવાન કી જય.”

પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા ચકાસવા અમે અમારી શરૂઆતમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજની મદદ લીધી. તેમાં સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોમાં દેખાતા સંતનો આવો જ એક વીડિયો એક યુટ્યુબ યુઝર દ્વારા 30 સપ્ટેમ્બર-2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, તેઓ વિશ્વ વિખ્યાત સંત સિયારામ બાબા છે.
ત્યાર બાદ અમે ગુગલ સર્ચની વધુ મદદથી જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને આ સંત સિયારામ બાબાના વીડિયો સાથેના સમાચાર Mp Tak દ્વારા તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 11 ડિસેમ્બર-2024ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા તે પ્રાપ્ત થયા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 110 વર્ષના સંત સિયારામ બાબાએ 11 ડિસેમ્બર બુધવારના રોજ વહેલી સવારે લગભગ 5 વાગે અંતિમ શ્વાસ લીધા.
અમારી વધુ તપાસમાં અમને આજ સંતના નિધનની માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. જે અહીં અને અહીં જોઈ શકાય છે.
આ સમગ્ર બાબત પુરવાર કરે છે કે, ખરેખર આ બાબાની ઉંમર 154 વર્ષ નથી અને તેઓ સંત હનુમાનજી નથી.
Fact Check – પુષ્પા-2માં થિયેટરમાં આતશબાજી કરાતા આગ લાગ્યાના ખોટા દાવા સાથે જૂનો વીડિયો વાઇરલ
તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, પોસ્ટમાં જે સંતનો વીડિયો મૂકવામાં આવ્યો છે એમનું તાજેતરમાં જ 110 વર્ષની ઉંમરે નિધન થયું અને તેમનું નામ સંત સિયારામ બાબા હતું, જેઓ મધ્યપ્રદેશના નિમાડ ખાતે રહેતા હતા. આથી તેઓ 154 વર્ષના હોવાનો દાવો ગેરમાર્ગે દોરનારો છે જે ખોટા સંદર્ભ સાથે શેર કરાયેલ છે. ખરેખર તેઓ જીવિત નથી.
Result – Missing Context
Our Source
You Tube Video by Viken Kushwah Official Dated 30th Sept, 2024
Video News Report by MP Tak Dated 11 Dec, 2024
News Report by Bhaskar.com Dated 11 Dec, 2024
News Report by Aaj Tak dated 11 Dec, 2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044