ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહની તબિયત અચાનક બગડી ગઈ. 13 ઓક્ટોબરે શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન આ વર્ષે એપ્રિલમાં કોરોનાથી સંક્રમિત પણ જોવા મળ્યા હતા. ત્યારે આ ક્રમમાં સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દ્વારા ડો.મનમોહન સિંહનું નિધન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
15 ઓક્ટોબરના કેટલાક ફેસબુક યુઝર્સે “આજે ભારત દેશે અનમોલ રત્ન ખોયું છે પુર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન નિધન દિવ્ય આત્મા ને ભગવાન શાંતિ આપે” ટાઇટલ સાથે ડો.મનમોહન સિંહની તસ્વીર શેર કરી હતી. આ કોઈ પ્રથમ વખત નથી, જ્યારે કોઈ મોટા રાજકારણી અથવા સેલિબ્રિટીના હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમના વિશે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા છે. ભૂતકાળમાં પણ newschecker દ્વારા આવા કેટલાક ભ્રામક દાવાઓની તપાસ કરવામાં આવી છે, જે અહીં વાંચી શકાય છે.
Factcheck /Verification
શું ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ખરેખર આપણી વચ્ચે નથી? આ વાયરલ દાવાની સત્યતા જાણવા માટે, અમે ગૂગલ પર કેટલાક કીવર્ડ્સ સર્ચ કરતા ભૂતપૂર્વ વડાપ્રધાનના નિધન અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પંરતુ ન્યુઝ સંસ્થાન navbharattimes, indiatvnews અને news18 દ્વારા 16 ઓક્ટોબરના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ, ડો.મનમોહન સિંહને તાવ અને નબળાઈના કારણે બુધવારે સાંજે અખિલ ભારતીય ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ ડેન્ગ્યુથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ હવે તેની પ્લેટલેટની સંખ્યા વધી રહી છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન અંગેના ભ્રામક દાવા અંગે ટ્વીટર પર ANI અને TOI દ્વારા 15 ઓક્ટોબરના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જે મુજબ ડો.મનમોહસિંહની તબિયત ખરાબ હોવાથી તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે, જયારે હાલ તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે.
Conclusion
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન થયું હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ ખબર તદ્દન ભ્રામક છે. ડો.મનમોહનસિંહની તબિયત ખરાબ હોવાથી તેમને દાખલ કરવામાં આવ્યા છે, જયારે AIIMSના ડોકટરના કહેવા મુજબ હાલ તેમની હાલતમાં સુધાર આવી રહ્યો છે.
Result :- Fabricated News
Our Source
navbharattimes,
indiatvnews
news18
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044