Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Ramayan actor Arvind Trivedi Ravan not dead
કોરોના કાળમાં ઘણા દિગ્ગજ કલાકારો આપણી વચ્ચે થી વિદાય લઇ ચુક્યા છે. 2020માં ઋષિ કપૂર, ઈરફાન ખાન અને શુશાંત સિંહ જેવા અભિનેતાઓ આપણી વચ્ચે નથી રહ્યા. હાલ કોરોના સંક્ર્મણ વધતા મૃત્યુ આંક પણ વધ્યો છે. સોશ્યલ મીડિયા પર અનેક લોકો મૃત્યુ અંગે પોસ્ટ શેર કરતા હોય છે.
ત્યારે હાલમાં 80 ના દાયકાની પ્રખ્યાત ટીવી સીરિયલ રામાયણમાં રાવણનો રોલ કરનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીના મોતની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ છે. ફેસબુક પર ઘણા યુઝર્સ દ્વારા અરવિંદ ત્રિવેદી ને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ “લંકેશ. (રાવણ) શ્રી અરવિંદ ત્રિવેદી ની ચિર વિદાય ઓમ શાંતિ” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે.
અરવિંદ ત્રિવેદી લંકેશ નું મૃત્યુ થયું હોવાના વાયરલ દાવા પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા અભિનેતા Kaustubh B Trivedi દ્વારા 3 મેં 2021 ના ફેસબુક પર કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. જેમાં તેઓએ જણાવ્યું છે અરવિંદ ત્રિવેદી સ્વસ્થ અને સુરક્ષિત છે, વાયરલ પોસ્ટ તદ્દન ભ્રમલ અફવા છે.
જયારે આ અરવિંદ ત્રિવેદીના મૃત્યુ ની અફવા હોવાનું જણતા આ મુદ્દે ગુગલ સર્ચ કરતા રામાયણ સીરિયલમાં લક્ષ્મણ નું પાત્ર ભજવનાર અભિનેતા સુનિલ લહેરી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. જેમાં તેઓએ વાયરલ દાવા પર સ્પષ્ટતા કરતા કહ્યું કે “આજકાલ કોરોના પર અવાર-નવાર દુઃખદ સમાચાર સાંભળવા મળી રહ્યા છે, ઉપરથી અરવિંદ ત્રિવેદીના મોત વિશે ભ્રામક અફવા, મારી પ્રાર્થના છે અફવા ફેલાવનાર લોકો ને ભ્રામક પોસ્ટ ના કરો, અરવિંદ ત્રિવેદી એકદમ સ્વસ્થ છે અને મારી પ્રાર્થના છે કે ભગવાન તેમને હંમેશા સ્વસ્થ રાખે” (Ramayan actor Arvind Trivedi Ravan not dead)
આ ભ્રામક અફવા મુદ્દે ન્યુઝ સંસ્થાન ndtv, timesofindia અને news18 દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ પણ જોવા મળે છે. અહેવાલ મુજબ ટીવી સીરિયલ રામાયણમાં રાવણનો રોલ કરનાર અભિનેતા અરવિંદ ત્રિવેદી લંકેશ ના મૃત્યુ પર વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક અફવા છે. ન્યુઝ સંસ્થાન દ્વારા સુનિલ લહેરી દ્વારા કરવામાં આવેલ પોસ્ટ ના હવાલે માહિતી પ્રકાશિત કરવામાં આવેલ છે.
આ પણ વાંચો :- TMC કાર્યકરો પિસ્તોલ અને તલવાર સાથે ઉજવણી કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
ટીવી સીરિયલ રામાયણમાં રાવણનો રોલ કરનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીના મૃત્યુ અંગે ગત વર્ષે 2020માં ભ્રામક ખબરો વાયરલ થઈ હતી. લોકડાઉન 2020 સમયે સરકાર દ્વારા રામાયણ અને મહાભારત નું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું, જે સમયે પણ આ પ્રકારે ભ્રામક અફવા ફેલાઈ હતી અને અભિનેતા Kaustubh B Trivedi દ્વારા વાયરલ ખબર એક અફવા હોવાની જાણકારી આપવામાં આવી હતી.
અભિનેતા અરવિંદ ત્રિવેદી લંકેશ નું મૃત્યુ થયું હોવાના દાવા સાથે વાયરલ થયેલ શ્રદ્ધાંજલિ પોસ્ટ તદ્દન ભ્રામક અફવા છે. અરવિંદ ત્રિવેદીના મૃત્યુ અંગે ભ્રામક અફવા ફેલાઈ હોવાની માહિતી અભિનેતા સુનિલ લહેરી અને કૌસ્તુબ ત્રિવેદી દ્વારા સોશ્યલ મીડિયા પોસ્ટ મારફતે આપવામાં આવેલ છે.
Kaustubh B Trivedi
અભિનેતા સુનિલ લહેરી
ndtv
timesofindia
news18
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
June 7, 2025
Dipalkumar Shah
June 3, 2025
Vasudha Beri
July 4, 2024