ગુજરાતની આગામી ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સતત જાહેર સભાઓ કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આગામી ચૂંટણીમાં ગુજરાતની જનતાના મિજાજના નામે ‘GSTV ન્યૂઝ’ની એક ચૂંટણીના સંદર્ભમાં ‘ગુજરાતનો મહાસર્વે’ ટાઇટલ સાથે એક તસ્વીર વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં આવનાર ચૂંટણીના સર્વેમાં આમ આદમી પાર્ટી બહુમત સાથે જીત મેળવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફેસબુક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ ન્યુઝ ચેનલ GSTVની આ ગ્રાફિક પ્લેટમાં આમ આદમી પાર્ટીને 90-105, ભાજપને 52-29 અને કોંગ્રેસને 9-16 બેઠકો મળી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવ્યો છે ન્યુઝ ચેનલ દ્વારા આગામી ચૂંટણીમાં જનતાના મિજાજ અંગે સર્વે હાથ ધરતા આ પરિણામો આવ્યા છે.

આ પણ વાંચો : યુકેના નવા પીએમ ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવા પ્રગટાવી રહ્યા હોવાના દાવા સાથે જૂની તસ્વીર વાયરલ
Fact Check / Verification
ન્યુઝ ચેનલ દ્વારા આગામી ચૂંટણીમાં જનતાના મિજાજ અંગે સર્વે હાથ ધરતા પરિણામો દર્શાવતી ગ્રાફિક પ્લેટ અંગે ગુગલ સર્ચ કરતા ફેસબુક પર GSTV ન્યુઝના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી 28 ઓક્ટોબરના વાયરલ પોસ્ટ અંગે સચોટ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે “ગુજરાતમાં ચૂંટણી સમયે Fake મેસેજની જેમ ચૂંટણીમાં જીતના દાવાઓ કરતા પોલ પણ Fake થઈ રહ્યાં છે. હાલમાં સોશિયલ મીડિયામાં GSTVના LOGO સાથે એક પ્લેટ (મેસેજ) વાયરલ થઈ રહી છે. જેની સાથે GSTVને કોઈ નિસ્બત નથી. અમે આ પ્રકારનો કોઈ મહાસરવે કર્યો જ નથી જેમાં આપ ગુજરાતમાં વિજેતા બની રહી છે.”
આ ઉપરાંત GSTV દ્વારા આ ભ્રામક ગ્રાફિક પ્લેટ અંગે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ પણ જોઈ શકાય છે. અહીંયા ન્યુઝ સંસ્થાન અનુસાર “GSTV દ્વારા આ પ્રકારનો કોઈ મહાસર્વે કર્યો જ નથી જેમાં આપ ગુજરાતમાં વિજેતા બની રહી છે. આ કેટલાક રાજકીય સોશિયલ ટેકનોક્રેટના ભેજાની પેદાશ છે. જેમને GSTVના નામનો દુરોપયોગ કરી આ પ્રકારની પ્લેટ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રાજકીય માઈલેજ મેળવવાનો પ્રયાસ કર્યો છે.”

વધુમાં ન્યુઝચેકર સાથે GSTV ન્યુઝ ચેનલના સોશ્યલ મીડિયા હેડ કારણ રાજપૂત સાથે વાતચીત કરતા તેઓ જણાવ્યું કે ગુજરાતમાં ચૂંટણી સમયે Fake મેસેજની જેમ ચૂંટણીમાં જીતના દાવાઓ કરતા પોલ પણ Fake થઈ રહ્યાં છે. હાલમાં સોશિયલ મીડિયામાં GSTVના LOGO સાથે એક પ્લેટ (મેસેજ) વાયરલ થઈ રહી છે. જે ભ્રામક છે, GSTV દ્વારા આ પ્રકારે કોઈપણ સર્વે કરવામાં આવ્યો નથી.
Conclusion
GSTV ન્યુઝ ચેનલના નામ સાથે સોશ્યલ મીડિયા વાયરલ થઈ રહેલ ગ્રાફિક પ્લેટ ભ્રામક છે. ન્યુઝ સંસ્થાન દ્વારા તેમના ઓફિશ્યલ એકાઉન્ટ મારફતે આ ભ્રામક ગ્રાફિક પ્લેટ અંગે સચોટ માહિતી આપવામાં આવેલ છે. ન્યુઝ સંસ્થાન દ્વારા ગુજરાતમાં આવનારા ચૂંટણી સંદર્ભે કોઈપણ સર્વે કરવામાં આવ્યો નથી.
Result : Altered Image
Our Source
Facebook Post Of GSTV, on 28 OCT 2022
Direct Contact With GSTV Social Media Editor
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044