વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનના નિધન બાદ સોશિયલ મીડિયા પર એક તસ્વીર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં વડા પ્રધાનને વાળ અને દાઢી અને મૂછ વગર જોઈ શકાય છે. આ તસવીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે હિંદુ ધાર્મિક વિધિઓને અનુસરીને પીએમ મોદીએ તેમની માતાના અવસાન બાદ મુંડન કર્યું છે.

ટ્વિટર અને ફેસબુક પર હજારો લોકોએ આ ફોટો શેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના નિધન બાદ જ્યાં એક તરફ વિપક્ષના તમામ નેતાઓ શોકમાં ગરકાવ હતા, તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના એક નેતા આઈપી સિંહે એક ટ્વિટ કર્યું જેમાં તેમણે પીએમ મોદીની તુલના અખિલેશ યાદવ સાથે કરી હતી.

તેમણે લખ્યું કે તેમના પિતાના અવસાન બાદ અખિલેશ યાદવે હિંદુ સંસ્કારોનું સન્માન કરીને સર્વસ્વનો ત્યાગ કર્યો અને તેરમી સુધી શાંતિનો પાઠ કર્યો. પરંતુ માતાના અવસાન બાદ મોદીએ સરકારી કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને હિંદુ ધાર્મિક વિધિઓનું અપમાન કર્યું હતું. આઈપી સિંહના આ ટ્વિટ બાદ પીએમ મોદીની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
Fact Check / Verification
પીએમ મોદીએ તેમની માતાના અવસાન બાદ મુંડન કર્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને રિવર્સ સર્ચ કરતાં, અમને Zee Business દ્વારા પ્રકાશિત એક સમાચાર જોવા મળે છે. આ સમાચારમાં હાજર તસ્વીર જોઈને સ્પષ્ટપણે સમજી શકાય છે કે વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે. ઝી બિઝનેસના અહેવાલમાં હાજર તસ્વીરમાં પીએમ મોદીના ચહેરા અને માથા પર વાળ જોવા મળે છે.

આ પણ વાંચો… PM મોદીના માતા હીરાબેન વિશે વાયરલ થઈ રહેલા આ વીડિયોનું સત્ય કંઈક બીજું છે
આ અંગે સર્ચ કરવા પર અમને જાણવા મળ્યું કે છેલ્લા બે વર્ષથી આ ભ્રામક તસ્વીર ઇન્ટરનેટ પર શેર થઈ રહી છે. Reddit અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અગાઉ ઘણી વખત યુઝર્સ દ્વારા આ તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Conclusion
પીએમ મોદીએ તેમની માતાના અવસાન બાદ મુંડન કર્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. એડિટિંગ સોફ્ટવેર વડે પીએમ મોદીની તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવી છે.
Result : Altered Image
Our Source
Report of Zee Business, published on April 30, 2018
Report of The Economic Times, published on December 16, 2017
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044