Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
ક્લેમ :-
ગ્રુપ એડમીન પર *FIR* કરવાનું ચાલુ થઈ ગયું છે।તમામ મિત્રો વિનંતી કે આપણા ગ્રુપ તથા બીજા ગ્રુપ માં પણ વાંધાજનક પોસ્ટ મુકવામો કૃપા કરી સાવધાની રાખજો । આભાર
વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, સાથે દાવો કરવામાં આવ્યો છે કે “વોટસએપ ગ્રુપ એડમીન પર *FIR* કરવાનું ચાલુ થઈ ગયું છે।તમામ મિત્રો વિનંતી કે આપણા ગ્રુપ તથા બીજા ગ્રુપ માં પણ વાંધાજનક પોસ્ટ મુકવામો કૃપા કરી સાવધાની રાખજો । આભાર” વિડિઓમાં પોલીસ અધિકારી આ નવા નિયમ અંગે સૂચન આપી રહ્યા છે.
આ વાયરલ દાવાની તપાસવા માટે અમે વિડિઓના ક્સ્ક્રીન શોટને રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે. જેમાં ફેસબુક પર આ દાવા સાથે વાયરલ કરેલ જૂની પોસ્ટ જોવા મળે છે. આ ઉઔરંત યૂટ્યૂબ પર આ વિડિઓ મળી આવે છે. આ વિડિઓ ફેબ્રુઆરી 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે.
આ વિડિઓમાં પોલીસ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવે છે કે ગ્રુપ એડમિન સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.ગ્રુપ એડમિનને ખાતરી હોવી જોઈએ કે, ઓછામાં ઓછા તેમના સભ્યો તેમના આદેશમાં છે કે નહીં. નહિંતર, આવા સભ્યોને તુરંત જ બહાર કરવામાં આવે. જો આવી કોઈ બાબત સામે આવે તો તરત જ કેસ નોંધવામાં આવશે. પોસ્ટ મુકનાર સાથે ગ્રુપ એડમિન સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત યૂટ્યૂબ પર DDNEWS DESH DUNIYA NEWS નામના એકાઉન્ટ પરથી આ વિડિઓ નવેમ્બર 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે, આ એકાઉન્ટને DD NEWS ચેનલ સાથે કોઈ સંબંધ નથી. કોઈ ફેક એકાઉન્ટ બનાવી તેના પર આ વિડિઓ અપલોડ કરવામાં આવ્યો છે. આ સાથે આ વિડિઓના હેડિંગમાં લખવામાં આવ્યું છે “देश का सबसे बड़ा फैसला अयोध्या मामले पर सोशल मीडिया पर गलत बयान करने पर जेल” અયોધ્યા કેસ મામલે કોઈપણ અફવા ફેલાવવા પર કાકડ પગલા લેવામાં આવશે.
ત્યારબાદ યુટ્યુબ પર જુલાઈ 2018ના રોજ અપલોડ કરવામાં આવેલ આ સમાન વિડિઓ મળી આવે છે. જેમાં કોઈપણ દાવો કરવામાં આવ્યો નથી.
વાયરલ વિડિઓને લઇ મળી આવતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે કે આ એક ભ્રામક દાવો છે, આ પ્રકારે વોટસએપ મેસેજ પર કડક પગલાં લેવાના આદેશના જૂનો વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે. જેને હાલ કોરોના વાયરસના નામે વાયરલ કરવામાં આવ્યો છે, જેને હાલની પરિસ્થતિ સાથે કોઈ સંબંધ નથી. તેમજ વાયરલ વિડિઓમાં આપવામાં આવેલ આદેશ ક્યાં કારણે આપવામાં આવેલ છે તે સ્પષ્ટ થયું નથી, અલગ-અલગ દાવા સાથે આ વિડિઓ ફેલાવવામાં આવ્યો છે.
SOURCE :-
GOOGLE IMAGES
YANDEX
INVID
YOUTUBE
FACEBOOK
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.