Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
દિલ્હી પ્રદેશ ભાજપ નેતા રાજેશ ભાટિયાના લેટર હેડ પર લખેલ પત્ર વાયરલ થઈ રહ્યો છે. આ લેટરમાં દિલ્હીની સરહદે કામ કરતા ખેડુતોનો ઉલ્લેખ કરતા સરકાર અને ખેડુતો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો અંગે તેમજ આંદોલનકારી ખેડુતોને દેશદ્રોહી ગણાવ્યા છે. ફેસબુક અને ટ્વીટર પર અનેક યુઝર્સ દ્વારા આ લેટર પોસ્ટ કરવામાં આવ્યો છે.
Factcheck / Verification
ભાજપના નેતા રાજેશ ભાટિયાના નામે વાયરલ થઈ રહેલા પત્ર પર તપાસ શરૂ કરતા ગૂગલ કીવર્ડ્સ સર્ચ કરતાં, 17 જાન્યુઆરી 2020 ના રોજ આજ તક દ્વારા પ્રકાશિત અહેવાલ જોવા મળે છે. આ મુજબ દિલ્હી ભાજપ નેતા રાજેશ ભાટિયાના નામે વાયરલ થતો પત્ર નકલી છે. તેઓએ આ અંગે એફઆઈઆર નોંધાવી છે, જે મુદ્દે પોલીસ હાલ તપાસ કરી રહી છે.
વધુ સર્ચ કરતા રાજેશ ભાટિયાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી 17 જાન્યુઆરી, 2021 ના રોજ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં તેમણે વાયરલ લેટરને બનાવટી ગણાવ્યો છે. ટ્વિટમાં તેમણે કહ્યું છે કે લેટર હેડ પર ખોટા હસ્તાક્ષર લગાવીને ખેડૂતો પ્રત્યે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વધુમાં રાજેશ ભાટિયાનો ફેસબુક લાઇવ વિડિઓ જોવા મળ્યો. ફેસબુક લાઇવ મારફતે આ વાયરલ લેટરને બનાવટી ગણાવ્યો છે. આ વીડિયોમાં તેમણે કૃષિ કાયદો અને ખેડૂત આંદોલન વિશે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમજ લેટરમાં લખવામાં આવેલ શબ્દો અંગે પણ સ્પષ્ટતા કરેલ છે.
Conclusion
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપના નેતા રાજેશ ભાટિયાના નામે વાયરલ લેટર બનવાટી છે. કિસાનો અંગે ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો પત્ર બનાવટી હોવાની માહિતી રાજેશ ભાટિયા દ્વારા તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ મારફતે આપવામાં આવેલ છે. આ મુદ્દે તેમણે પોલીસ ફરિયાદ પણ નોંધાવેલ છે.
Result :- False
Our Source
આજ તક
Rajesh Bhatia – Facebook
Rajesh Bhatia – Twitter
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.