Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
સોશ્યલ મીડિયા પર RBI ગવર્નરનો ડિજિટલ પેમેન્ટ અંગે કેટલીક જાણકારી આપતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં શક્તિકાંત દાસ નાગરિકોને તેમના મોબાઈલ ફોન ચોરાઈ જાય તો Google Pay, PayTM, PhonePe જેવી ડિજિટલ પેમેન્ટ એપને કેવી રીતે બ્લોક કરવી તે અંગે ‘સલાહ’ આપતા જોવા મળે છે.
વાયરલ વીડિયો ડિજિટલ પેમેન્ટ એપને બ્લોક કરવા માટે હેલ્પલાઈન નંબર પણ શેર કરવામાં આવેલ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હેલ્પલાઇન નંબર પર તમારા મોબાઈલ નંબર અને ઓળખની ચકાસણી કર્યા બાદ તમામ ડિજિટલ પેમેન્ટ એપને બ્લોક કરી આપવામાં આવશે.
Fact Check / Verification
RBI ગવર્નરનો ડિજિટલ પેમેન્ટ અંગે કેટલીક જાણકારી આપતો વાયરલ વિડીયોના કીફ્રેમ્સને રિવર્સ ઈમેજ સર્ચ કરતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની અધિકૃત Youtube ચેનલ પર 5 મે, 2021ના રોજ “શ્રી શક્તિકાંત દાસ, RBI ગવર્નરની સૂચના” ટાઇટલ સાથે અપલોડ કરાયેલ વિડીયો જોવા મળે છે.
વાયરલ વીડિયોમાં આરબીઆઈ ગવર્નરનો અવાજ પણ અલગ છે તેમજ તેઓ કોઈ અલગ વિષય પર સૂચન આપી રહ્યા છે. આરબીઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં,નાણાકીય વર્ષના 2020-21ના અંત પછી કોવિડ -19 રોગચાળા વચ્ચે ભારતની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરતા સાંભળી શકાય છે. વધુમાં, આરબીઆઈ દ્વારા ગવર્નરના ભાષણની ટ્રાંસ્ક્રિપ્ટ પ્રેસ રિલીઝ કરી હતી જ્યાં UPI એપ્સ અને સંબંધિત છેતરપિંડીનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી.
ડિજિટલ પેમેન્ટ એપને બ્લોક કરવા અંગે ગુગલ સર્ચ કરતા ફેસબુક પર કોન્ટેન્ટ ક્રિએટર મૌસમ નાગપાલ દ્વારા 1 ઓગષ્ટના “તમારા ડિજિટલ વૉલેટ્સને કેવી રીતે બ્લોક કરવા” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોવા મળે છે. અહીંયા, RBI ગવર્નરના વાયરલ વિડીયો સાથે શેર કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર પણ જોઈ શકાય છે.
આ ઉપરાંત, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ વાયરલ વીડિયોને ભ્રામક ગણવતા જણાવ્યું છે કે વાયરલ વીડિયોમાં જે અવાજ સંભળાય છે તે RBI ગવર્નરનો નથી.
Conclusion
સોશ્યલ મીડિયા પર RBI ગવર્નરનો ડિજિટલ પેમેન્ટ અંગે કેટલીક જાણકારી આપતો ભ્રામક વિડીયો વાયરલ થયેલ છે. RBI ગવર્નર દ્વારા કોઈપણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો નથી.
Result : Altered Video
Our Source
Analysis of video
Youtube video, May 5, 2021
Facebook reel, August 1, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.