Friday, December 20, 2024
Friday, December 20, 2024

HomeFact CheckFact Check - લોકસભા સ્પીકર ઓમ બિરલાનાં દીકરી UPSC એક્ઝામ આપ્યા વગર...

Fact Check – લોકસભા સ્પીકર ઓમ બિરલાનાં દીકરી UPSC એક્ઝામ આપ્યા વગર જ IAS બની ગયા?

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

Claim – લોકસભાના સ્પીકર ઓમ બિરલાનાં દીકરી અંજલિ બિરલા યુપીએસસીની પરીક્ષા આપ્યા વગર જ એક્ઝામ ક્લિયર લીધી અને IAS બની ગયા હોવાનો દાવો.

Fact – દાવો ગેરમાર્ગે દોરનારો છે. અંજલિ બિરલા યુપીએસસીની એક્ઝામમાં બેઠા હતા અને તેમણે વર્ષ 2021માં પરીક્ષા પાસ કરેલ છે. આથી દાવો ખોટો છે.

સોશિયલ મીડિયા પર વિવિધ નેતાઓના પરિવારોને લઈને અનેક દાવાઓ શેર કરવામાં આવતા હોય છે. આમાંના કેટલાક દાવાઓ રાજકીય પક્ષપાતને કારણે કરવામાં આવે છે, જ્યારે ઘણા દાવાઓ સાચા પણ રહેતા છે.

તાજેતરમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાનાં દીકરી અંજલિ બિરલા વિશે એક દાવો કરવામાં આવ્યો છે.

દાવો કરવામાં આવ્યો છે કે, લોકસભાના સ્પીકર ઓમ બિરલાનાં દીકરી અંજલિ બિરલાએ યુપીએસસીની પરીક્ષા આપ્યા વિના જ એક્ઝામ ક્લિયર કરી દીધી અને આઈએએસ બની ગયા.

દાવામાં અંજલિ બિરલાની તસવીર છે અને લખાણ પણ છે. તેમાં લખ્યું છે કે, “યુપીએસસીની પરીક્ષા આપ્યા વિના જ IAS બની ઓમ બિરલાની પુત્રી. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં તમે પરીક્ષામાં બેઠા વિના યુપીએસસી પાસ કરી શકો છો. પરંતુ તેના માટે તમારે લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી તરીકે જન્મ લેવો પડશે. અંજલિ બિરલા જેઓ ઓમ બિરલાના પુત્રી છે તેમણે કોઈ પણ પરીક્ષા આપ્યા વિના યુપીએસસી ક્લિયર કર્યું, તે વ્યવસાયે એક મૉડલ છે. મોદી સરકાર આપણી શિક્ષણ પ્રણાલીની મજાક ઉડાવી રહી છે.”

Courtesy : Newschecker WhatsApp Tipline

ન્યૂઝચેકરને તેની વોટ્સએપ ટિપલાઇન (+91-9999499044) પર પણ આ દાવો ફેક્ટ ચેક તપાસ માટે પ્રાપ્ત થયેલ છે.

દાવાની આર્કાઇવ પોસ્ટ અહીં જુઓ.

Fact Check/ Verification

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે પહેલા Om Birla, Anjali Birla, UPSC સહિતના કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કર્યું. ગૂગલ સર્ચમાંથી મેળવેલા પરિણામોમાં અમને ઘણા મીડિયા અહેવાલો મળ્યા જેમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાની પુત્રી UPSC પરીક્ષા પાસ કરવાના સમાચાર પ્રકાશિત થયા છે.

એનડીટીવીમાં આ વિષય પર પ્રકાશિત અહેવાલ અનુસાર, ઓમ બિરલાની પુત્રી અંજલિ બિરલાએ 2019માં લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં જ સફળતા મેળવી હતી.

ઉપરાંત NDTVના વર્ષ 2021ના અહેવાલ અનુસાર, 4 જાન્યુઆરીએ UPSC એ પરીક્ષા પાસ કરનાર 89 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં અંજલિ બિરલાના નામનો ઉલ્લેખ છે.

વળી મિન્ટ ન્યૂઝનો 5 જાન્યુઆરી-2021નો એક અહેવાલ પણ જોવા મળ્યો. જેના અનુસાર અંજલી બિરલાએ પ્રથમ પ્રયત્ને યુપીએસસીની પરીક્ષા પાસ કરેલ હોવાનો તેમાં ઉલ્લેખ છે. અહેવાલ અનુસાર 2019ની પરીક્ષાનું પરિણામ 4 ઑગસ્ટ, 2020ના રોજ જાહેર કરાયું હતું. જેમાં 829 ઉમેદવારો પાસ થયા હતા. અને અંજલિ બિરલાનું નામ રિઝર્વ્ડ લિસ્ટમાં હતું. તેમાં કુલ 89 ઉમેદવારો હતા અને તે નામો 4 જાન્યુઆરી, 2021ના રોજ જાહેર કરાયા હતા.

આ જ મામલે પ્રકાશિત વર્ષ 2021ના લેખમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ માહિતી આપી છે કે, સિવિલ સર્વિસમાં પસંદગી પામવા માટે અંજલિએ દરરોજ 10 થી 12 કલાક અભ્યાસ કર્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત એ લેખમાં ઉપરોક્ત માહિતીને સમર્થન આપવામાં આવ્યું હતું.

આ પછી અમે યુપીએસસીના રૅકર્ડ તપાસવાની કોશિશ કરી જેમાં પાસ થયેલા ઉમેદવારોની યાદીમાં અંજલિનું નામ જોવા મળ્યું હતું. જ્યાં અમે એક એન્ટ્રીની સામે અંજલિ બિરલાનું નામ જોયું. નોંધનીય છે કે 12 જુલાઈ, 2019ના રોજ પ્રકાશિત આ યાદી અનુસાર અંજલિ બિરલાનો રોલ નંબર 0851876 છે.

આ પછી, અમને 4 જાન્યુઆરીએ પ્રકાશિત યાદી પણ મળી , જેના આધારે 89 ઉમેદવારો માટે IAS બનવાનો રસ્તો સાફ થઈ ગયો.

જો કે, અંજલિ બિરલાએ 2019માં આપેલી પરીક્ષાની માર્કશીટની વાત છે તો, આ મામલે કેટલાક કીવર્ડ્સની મદદથી ટ્વિટર પર સર્ચ કરતા એક ટ્વિટ મળ્યું. આ પ્રક્રિયામાં, અમને અરુણ બોથરા નામના IPS અધિકારી દ્વારા શેર કરાયેલ અંજલિ બિરલાની માર્કશીટ પણ મળી હતી.

આ પછી, અમને આ દાવાને રદિયો આપતા UPSC દ્વારા જારી કરાયેલ એક નિવેદન પણ મળ્યું, જેમાં UPSC એ અંજલિ બિરલાની પસંદગી સંબંધિત તમામ પ્રશ્નોના વિગતવાર જવાબો આપ્યા છે.

આમ, અમારી તપાસમાં એ સ્પષ્ટ થાય છે કે અંજલિ બિરલાએ અભ્યાસ કર્યા બાદ જ સિવિલ સર્વિસમાં સફળતા મેળવી છે. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ નથી.

Read Also : Fact Check – પરિવાર સિવાયના લોકો માટે IRCTC ટિકિટ બુક કરનારને દંડ-જેલ થશે? શું છે સત્ય

Conclusion

દાવાની તપાસમાં જાણવા મળે છે કે દાવો ગેરમાર્ગે દોરે છે અને ખોટો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાનાં દીકરી અંજલિ બિરલાએ યુપીએસસીની પરીક્ષા આપી હતી અને વર્ષ 2021ના યુપીએસસીના પરિણામમાં તેમનું નામ હતું આથી તેમણે એક્ઝામ પણ ક્લિયર કરી હતી.

Result – False

Sources
Report by NDTV dated 29 June, 2024
Report by Mint dated 5 January, 2021
Report by Times of India dated 5 January, 2021
UPSC Results, 12 July, 2019
UPSC Results, 4 January, 2021

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular